
2002માં ઉંદરો પર કરેલા એક પ્રયોગ પછી પ્રકાશિત થયેલા એક અભ્યાસના પરિણામોમાં જણાવાયું હતું કે, પાકેલું પપૈયું ખાનાર સગર્ભા ઉંદરોને મીસકેરેજનો ખતરો ઘણો ઓછો હોય છે, પરંતુ કાચું પપૈયું ખાવાથી મીસકેરેજ અને પ્રિમેચ્યોર ડિલિવરીનું જોખમ ઘણું વધારે હોય છે.નિષ્ણાતોનું માનવું છે કે કાચા પપૈયામાં લેટેક્સનું પ્રમાણ વધુ હોય છે. પપૈયામાં મળી આવતા એંજાઇમના કારણે ગર્ભ માટે નુકસાન વધી જતુ હોય છે. જો કે આજ સુધી મનુષ્યો પર આવો કોઈ અભ્યાસ કે સંશોધન કરવામાં આવ્યું નથી, તેથી એવું કહી શકાય નહીં કે પપૈયાનું સેવન સંપૂર્ણપણે ફાયદાકારક છે કે નુકસાનકારક.

ડોક્ટરર્સના જણાવ્યા અનુસાર કાચા કે પાકવા આવેલા પપૈયામાં લેટેક્ષ અને પપૈન નામનું તત્વ હોય છે, જે પેટમાં ઉછરી રહેલા ગર્ભ માટે હાનિકારક છે. પપૈયામાં રહેલા લેટેક્ષની માત્રા ગર્ભાશયને સંકોચવાનું કારણ બને છે, જે ગર્ભ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

જો કે પ્રેગ્નન્સી દરમિયાન પાકેલું પપૈયું ખાવું ફાયદાકારક હોય છે, પરંતુ લોકો પાકેલા અને અડધા પાકેલા પપૈયાની ઓળખ વચ્ચે ગૂંચવાઈ જાય છે. આવી સ્થિતિમાં પરિસ્થિતિમાં બાળકને કોઈ નુકસાન ન થાય તે માટે લોકો પપૈયુ જ ખાવાનું ટાળે છે.

કેટલાક સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે ગર્ભાવસ્થા દરમિયાન પપૈયુ ખાઈ શકાય છે, પરંતુ જો તે સંપૂર્ણપણે પાકેલું હોય અને તેનો ઉપયોગ ઓછી માત્રામાં ખાવામાં કરવામાં આવે તો જ. સંપૂર્ણ પાકેલું પપૈયું વિટામીન C અને વિટામીન E નો સ્ત્રોત છે અને તેમાં ફાઈબરની સાથે ફોલિક એસિડ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે ફાયદાકારક છે.

( નોંધ: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે લેવા. TV9 ગુજરાતી આ બાબતોની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનનો અમલ કરતા પહેલા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)
Published On - 12:22 pm, Thu, 28 March 24