
રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં વાર્ષિક ધોરણે ઉદ્યોગોને બેંક ધિરાણમાં 8.6 ટકાનો વધારો થયો છે. તેનું મુખ્ય કારણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્સટાઈલ જેવા ક્ષેત્રો દ્વારા ઉધાર લેવાની ગતિમાં વધારો છે.

કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓમાં ધિરાણ વૃદ્ધિ ફેબ્રુઆરીમાં 20.1 ટકા મજબૂત રહી હતી, જે એક વર્ષ અગાઉના સમાન મહિનામાં 15 ટકા હતી, એમ રિઝર્વ બેન્કના ડેટાએ જણાવ્યું હતું. 41 પસંદગીની કોમર્શિયલ બેંકો પાસેથી ફેબ્રુઆરી માટે વિવિધ ક્ષેત્રોને બેંક ધિરાણ અંગેનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે.