Samosa English Name : શું તમને ખબર છે અંગ્રેજીમાં સમોસાને શું કહેવાય છે ? જાણો
ભારતમાં સમોસા સામાન્ય રીતે સવાર અને સાંજના નાસ્તા તરીકે ખાવામાં આવે છે. દેશના દરેક ખૂણામાં લોકો ખૂબ જ ઉત્સાહથી સમોસાનું સેવન કરે છે, પછી ભલે તે દેશના કોઈપણ ભાગમાં હોય. સમોસાને મસાલા ચા, આંબલીની ચટણી અને ફુદીનાની ચટણીની સાથે સામાન્ય રીતે પીરસવામાં આવે છે.
1 / 6
સમોસા ભારતનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે જેમાં તેની ક્રિસ્પી (ખસ્તા) બહારની સપાટી મેંદાથી બનેલી હોય છે અને અંદર બાફેલા બટાકાં, વટાણા અને મસાલાઓનું મિશ્રણ ભરેલું હોય છે.
2 / 6
આ બધી ઉંમરના લોકોનો પસંદગીનો નાસ્તો છે અને તેને મસાલા ચા, આંબલીની ચટણી અને ફુદીનાની ચટણીની સાથે સામાન્ય રીતે સાંજના નાસ્તામાં પીરસવામાં આવે છે.
3 / 6
સમોસા યુનાયટેડ કિંગડમ, દક્ષિણ આફ્રીકા, કેન્યા અને કેનેડા અને યુનાયટેડ સ્ટેટ્સમાં લોકપ્રિય બન્યા છે. તેને "સમ્બુસા" કે "સમ્બુસાક" પણ કહેવાય છે, અને દક્ષિણ અફ્રીકામાં તેને "સમુસા" કહેવાય છે. હવે વધુ ને વધુ સ્ટોરમાં ફ્રોઝન સમોસા મળે છે જેને તળીને ખાઈ શકાય છે.
4 / 6
બટાકામાં વિવિધ મસાલા મિક્સ કર્યા બાદ સૌપ્રથમ સમોસા માટેનો મસાલો તૈયાર કરવામાં આવે છે. આ પછી, મેંદાના લોટને લોટના ગુથીને તેની અંદર તૈયાર મસાલો ભરીને તેને ત્રિકોણાકાર આકારમાં તૈયાર કરવામાં આવે છે. આ પછી, સમોસાને તળવા માટે ગરમ ઉકળતા તેલમાં મૂકવામાં આવે છે.
5 / 6
ઉત્તર ભારતીય રાજ્યોમાં સમોસાનો સૌથી વધુ ખાવામાં આવે છે. એટલે કે યુપી, બિહાર, પંજાબ, દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં સમોસા ખૂબ જ ઉત્સાહથી ખાવામાં આવે છે.
6 / 6
પરંતુ શું તમે જાણો છો કે સમોસાને અંગ્રેજીમાં શું કહેવાય છે? ખરેખર સમોસાને અંગ્રેજીમાં 'રિસોલ' (Rissole) કહે છે. જો કે ઘણી જગ્યાએ તેને અંગ્રેજીમાં સમોસા પણ કહેવામાં આવે છે.