તમે સ્ટોક માર્કેટમાં રૂપિયાનું રોકાણ કરો છો? તો જાણો આ સપ્તાહે કેવું રહેશે શેરબજાર

|

Mar 17, 2024 | 1:38 PM

ગયા અઠવાડિયે BSE સેન્સેક્સ 1,475.96 પોઈન્ટ અથવા 1.99 ટકા તૂટ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 470.2 પોઇન્ટ અથવા 2.09 ટકા ઘટ્યો હતો.

1 / 5
આ સપ્તાહે US સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના વ્યાજદર અંગેના નિર્ણય દ્વારા શેરબજારોની દિશા નક્કી થશે. આ ઉપરાંત વૈશ્વિક બજારોનો ટ્રેન્ડ અને વિદેશી રોકાણકારોની ગતિવિધિઓ પણ બજાર માટે મહત્વપૂર્ણ રહેશે. વિશ્લેષકોએ આ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. ગયા અઠવાડિયે સ્મોલ અને મીડ કેપ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

2 / 5
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ઊંચા ભાવને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર થઈ હતી. નિષ્ણાતોનું કહેવું છે કે આ સપ્તાહ દરમિયાન વિશ્વની ઘણી સેન્ટ્રલ બેંક મોનેટરી પોલિસી પર પોતાનું વલણ જાહેર કરશે. તેથી શેરબજારમાં મોટી વધઘટ જોવા મળી શકે છે.

3 / 5
સ્વસ્તિક ઈન્વેસ્ટમાર્ટના સિનિયર ટેકનિકલ વિશ્લેષક પ્રવેશ ગૌરે મીડિય રિપોર્ટમાં કહ્યુ હતું કે, આ અઠવાડિયે દરેકનું ધ્યાન નાણાકીય નીતિ પર રહેશે. ફેડરલ રિઝર્વની બે દિવસીય પોલિસી બેઠક 19 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. યુએસ સેન્ટ્રલ બેંક 20 માર્ચે વ્યાજ દરો અંગે પોતાનો નિર્ણય જાહેર કરશે.

4 / 5
તેમણે આગળ કહ્યું કે આ ઉપરાંત ચીન 1 વર્ષ અને 5 વર્ષની લોન પર મુખ્ય દરોની જાહેરાત કરશે. બેન્ક ઓફ જાપાન 19 માર્ચે વ્યાજ દરો અંગેના તેના નિર્ણયની જાહેરાત કરશે. જાપાન 22 માર્ચે મોંઘવારીના આંકડા પણ જાહેર કરશે. તેઆ સિવાય ડોલર સામે રૂપિયાની મૂવમેન્ટ, અમેરિકન બોન્ડ્સ પર યીલ્ડ અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ પર નજર રહેશે.

5 / 5
ગયા અઠવાડિયે BSE સેન્સેક્સ 1,475.96 પોઈન્ટ અથવા 1.99 ટકા તૂટ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 470.2 પોઇન્ટ અથવા 2.09 ટકા ઘટ્યો હતો. મહેતા ઇક્વિટીઝ લિમિટેડના વરિષ્ઠ ઉપાધ્યક્ષ (સંશોધન) પ્રશાંત તાપસેએ જણાવ્યું હતું કે અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો શેરોમાં તેમના રોકાણ માટે વૈશ્વિક બજારોના વલણ પર નજર રાખશે.

Next Photo Gallery