શું કારના એરબેગની પણ એક્સપાયરી ડેટ હોય છે? જાણો કેટલા વર્ષ પછી તપાસ કરવી જોઈએ

આજકાલ, જ્યારે આપણે નવી કાર ખરીદીએ છીએ, ત્યારે ડ્રાઇવર અને મુસાફરોની સલામતી માટે એરબેગ્સ આવશ્યક માનવામાં આવે છે. અકસ્માતની સ્થિતિમાં, આ એરબેગ્સ એક સેકન્ડ માં જ ખુલ્લી જાય છે,

| Updated on: Nov 17, 2026 | 10:30 AM
1 / 8
જેનાથી આપણા જીવન બચી જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, જેમ અન્ય કારના ભાગો અને ટાયર સમય જતાં ઘસાઈ જાય છે, તેમ શું એરબેગ્સની પણ એક્સપાયરી ડેટ હોય છે?

2 / 8
 ઘણા ડ્રાઇવરો એવી ગેરસમજમાં હોય છે કે એકવાર એરબેગ્સ લગાવ્યા પછી, તે આજીવન સુરક્ષા પૂરી પાડે છે. જોકે, આવું નથી. ચાલો એરબેગ વિશેની વાસ્તવિક સત્યતા અને તેનું નિરીક્ષણ ક્યારે કરવું જોઈએ તે સમજીએ.

3 / 8
સામાન્ય રીતે આધુનિક કારોમાં બનનાર એરબેગ એટલા મજબુત હોય છે કે, તે વાહનના આખા જીવનકાળ એટલે 10 થી 15 વર્ષ સુધી કોઈ પણ મુશ્કેલી વગર ચાલી શકે છે. પરંતુ આનો મતલબ એ નથી કે, તેની સમય સમયે તપાસ કરાવવી જોઈએ.

4 / 8
નિષ્ણાતોના મતે દર 10 વર્ષે તમારી કારના એરબેગ્સ અને સેન્સરનું મિકેનિક દ્વારા સંપૂર્ણ નિરીક્ષણ કરાવો. જો તમારી કારમાં કોઈ નાનો અકસ્માત પણ થયો હોય, તો એરબેગ સિસ્ટમનું તાત્કાલિક નિરીક્ષણ કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

5 / 8
ગાડીના ડેશબોર્ડ પર એરબેગની લાલ લાઈટ સતત ચાલુ રહેવાનો એ સંકેત આપે છે કે, સેંસર અથવા વાયરિંગમાં કોઈ ટેકનીકલ ખરાબી આવી છે. ભેજ, તીવ્ર સૂર્યપ્રકાશ અથવા ઉંદરો દ્વારા કાપવામાં આવતા વાયર પણ સિસ્ટમને નબળી બનાવી શકે છે.

6 / 8
ક્યારેય ડેશબોર્ડ પર ભારે સામાન ન રાખો અને સમય પર સર્વિસિંગ દરમિયાન કંપનીના સેન્ટર પર એરબેગની સ્થિતિ તપાસો. થોડી સતર્કતા રાખવાથી આપાતકાલીન સ્થિતિમાં આ એરબેગ હંમેશા એક્ટિવ રહેશે.

7 / 8
વાહનોમાં વિવિધ ભાગમાં એરબેગ્સ હોય છે, અને હવે તે ફક્ત આગળના મુસાફરો માટે જ નહીં પરંતુ પાછળની સીટ પર પણ ઉપલબ્ધ છે.

8 / 8
કાર અકસ્માતમાં ફસાઈ જાય કે તરત જ એરબેગ્સ થોડીક સેકન્ડોમાં ખુલી જાય છે, જેનાથી ઈજાઓ થતી અટકે છે.

Follow Us
Loading...
Unable to load recommendations.