મોટી તેજીના સંકેત! અત્યારથી જ કરી લો તૈયારી, આગામી સમયમાં સોનાના ભાવ સાતમા આસમાને પહોંચશે

સોનાના ભાવમાં હાલમાં ભલે થોડી નરમાઈ જોવા મળી રહી હોય પરંતુ લાંબાગાળે સોનું ફરી એકવાર નવો રેકોર્ડ બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ બેંકના અંદાજ પ્રમાણે, સોનું આગામી દિવસોમાં વર્તમાન સ્તરેથી 20 ટકાથી વધુ ઉછળીને એક નવો જ ઇતિહાસ રચી શકે છે.

| Updated on: Jun 14, 2026 | 4:48 PM
1 / 8
સોનાના ભાવમાં નરમાઈ ચાલુ છે અને ભાવ પોતાના ઓલ ટાઇમ હાઈથી ઘણા નીચે આવ્યા છે. કિંમતોના આ જ વલણને જોતા ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંક જેપી મોર્ગને સોનાના ભાવના પોતાના અંદાજમાં કાપ મૂક્યો છે. તેમ છતાંય બેંક હજી પણ માને છે કે, આગામી સમયમાં સોનાના ભાવમાં મજબૂતાઈ જળવાઈ રહેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2026 ના અંત સુધીમાં સોનું $6000 અને વર્ષ 2027 ના અંત સુધીમાં તે $6,300 પ્રતિ ઔંસના સ્તર સુધી પહોંચી શકે છે. ટૂંકમાં સોનું ફરી એકવાર નવો રેકોર્ડ સ્તર બનાવી શકે છે. નવા ટાર્ગેટ મુજબ, સોનું વર્તમાન સ્તરોથી 20 ટકાથી વધુનો ઉછાળો નોંધાવી શકે છે.

2 / 8
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, માંગ અને કિંમત સમગ્ર વિશ્વમાં ચાલી રહેલા તણાવ અને ફેડના નિર્ણય પર નિર્ભર છે. જો કે, આ બંનેનું ચિત્ર હાલમાં સ્પષ્ટ નથી. જેપી મોર્ગન કોમોડિટીઝ રિસર્ચના રિપોર્ટ અનુસાર, વર્ષ 2026ની શરૂઆતમાં સોનાના ભાવમાં સતત તેજી જોવા મળી હતી. જાન્યુઆરીના અંતમાં કિંમતો $5600 ની આસપાસ પોતાના ઉચ્ચ સ્તરે પહોંચી હતી પરંતુ માર્ચના અંતમાં તેમાં થોડી નરમાઈ આવી. તાજેતરમાં જ સોનાનો ભાવ $4,170 પ્રતિ ઔંસના વાર્ષિક નીચલા સ્તરે પહોંચ્યો હતો, જ્યારે એકંદરે તેની ચાલ સીમિત દાયરામાં જળવાઈ રહી છે.

3 / 8
રિપોર્ટ અનુસાર, વેપાર સંબંધિત અનિશ્ચિતતાઓ, જીઓ-પોલિટિકલ ટેન્શન અને કેન્દ્રીય બેંકોની ખરીદ-વેચાણે સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ વધાર્યો છે. એવામાં જેપી મોર્ગનને આશા છે કે, લાંબાગાળામાં સોનાના ભાવમાં તેજી જળવાઈ રહેશે. જેપી મોર્ગને વર્ષ 2026 ના બીજા ક્વાર્ટર (બીજી ત્રિમાસિક) માટેનો અંદાજ $5,530 થી ઘટાડીને $4,800 પ્રતિ ઔંસ કરી દીધો છે, જે લગભગ 13 ટકાનો ઘટાડો છે.

4 / 8
ત્રીજા ક્વાર્ટર વર્ષ 2026 માટેનો અંદાજ $5,900 થી ઘટીને $5,300 પ્રતિ ઔંસ થઈ ગયો છે. સરળ રીતે કહીએ તો, તેમાં અંદાજે 10 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે. ચોથા ક્વાર્ટર વર્ષ 2026 માટે નવો અંદાજ $6,000 પ્રતિ ઔંસ છે, જ્યારે પહેલા તે $6,300 હતો. આમ જોવા જઈએ તો, તેમાં 5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

5 / 8
સમગ્ર વર્ષ 2026 માટે જેપી મોર્ગને સોનાની સરેરાશ કિંમતનો અંદાજ $5,708 થી ઘટાડીને $5,243 પ્રતિ ઔંસ કરી દીધો છે, જે લગભગ 8 ટકા ઓછો છે. જેપી મોર્ગને વર્ષ 2027 માટે પણ પોતાના અંદાજોમાં કાપ મૂક્યો છે. પહેલા ક્વાર્ટર 2027 માટેનો અંદાજ $6,440 થી ઘટાડીને $6,200 પ્રતિ ઔંસ કરવામાં આવ્યો છે.

6 / 8
બીજા ક્વાર્ટર માટેનો અંદાજ $6,560 થી ઘટીને $6,250 અને ત્રીજા ક્વાર્ટર માટે $6,600 થી ઘટીને $6,300 પ્રતિ ઔંસ થઈ ગયો છે. ચોથા ક્વાર્ટર 2027 માટે પણ અંદાજ $6,600 થી ઘટાડીને $6,300 પ્રતિ ઔંસ કરવામાં આવ્યો છે. આ રીતે સમગ્ર વર્ષ 2027 માટે સરેરાશ અંદાજ $6,550 થી ઘટીને $6,263 પ્રતિ ઔંસ રહી ગયો છે, જે લગભગ 4 ટકા ઓછો છે.

7 / 8
જેપી મોર્ગનના બેઝ અને પ્રેશિયસ મેટલ્સના વડા ગ્રેગ શિયરરના જણાવ્યા અનુસાર, હાલમાં સોનું ટેકનિકલી રીતે એક સીમિત દાયરામાં ફસાયેલું છે. તાજેતરના મહિનાઓમાં રોકાણકારોનો રસ થોડો ઓછો થયો છે અને બજારની નજર યુએસ ફેડરલ રિઝર્વની નીતિઓ તેમજ ઊર્જાની કિંમતો પર ટકેલી છે. એવામાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા સાથે જોડાયેલા જીઓ-પોલિટિકલ ટેન્શન, લાંબાગાળાની મોંઘવારીની ચિંતા, અમેરિકાની નાણાકીય ખાધ અને વૈશ્વિક અનિશ્ચિતતા જેવા પરિબળો હજી પણ સોનાની તરફેણમાં બનેલા છે.

8 / 8
શિયરરનું માનવું છે કે, જો પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થાય છે અને વૈશ્વિક અર્થતંત્રને લઈને સ્પષ્ટતા વધે છે, તો રોકાણકારોનો સોનામાં રસ ફરી વધી શકે છે. આ જ કારણ છે કે, તાજેતરના ઘટાડા છતાં જેપી મોર્ગન 2027ના અંત સુધીમાં સોનાની કિંમત $6,300 પ્રતિ ઔંસ સુધી પહોંચવાની શક્યતા દર્શાવી રહ્યું છે.

Follow Us