
બાઈક અથવા સ્કુટર ચલાવતી વખતે રાઈડિંગ ગિયર્સ જેમ કે, ગ્લવ્સ, શૂઝ અથવા જેકેટ થોડા સમય પછી ફાટવા લાગે છે. આ જોઈ આપણે સમજી જઈએ છીએ કે, હવે આ વસ્તુઓ નવી ખરીદવાનો સમય આવી ગયો છે. પરંતુ હેલમેટના મામલે આવું નથી. એક વખત હેલ્મેટ ખરીદ્યા બાદ લોકો તેને વર્ષો સુધી યુઝ કરે છે. પરંતુ શું હેલ્મેટની પણ એક્સપાયરી ડેટ હોય છે

હેલ્મેટ આપણી સેફટી માટે ખુબ જરુરી હોય છે. આ માટે તેની એક્સપાયરી ડેટ વિશે જાણવું ખુબ જરુરી છે. હેલ્મેટ અંદરથી ખુબ જુનુ થઈ જાય છે. ભલે આપણે બહારથી નવું અને ચમકતું લાગે. સામાન્ય રીતે હેલ્મેટની લાઈફ 5 વર્ષની હોય છે.

હેલ્મેટની બહાર મજબૂત શેલની અંદર એક જાડું, સફેદ, થર્મોકોલ જેવું સ્તર હોય છે જેને EPS (એક્સપાન્ડેડ પોલિસ્ટાયરીન) લાઇનર કહેવાય છે. આજ મટીરિયલ નવા ટીવી અથવા રેફ્રિજરેટરની સુરક્ષામાં કવરમાં જોવા મળે છે.

જ્યારે તમે બાઇક ચલાવો છો, ત્યારે તમારા માથામાંથી પરસેવો આ ફોર્મ (થર્મોકોલ) માં શોષાય છે. સ્લેશગિયર રિપોર્ટ (સંદર્ભ) મુજબ, સૂકાયા પછી, આ ફીણ ધીમે ધીમે કડક થાય છે અને દર વર્ષે 3% થી 5% સંકોચાય છે.

5 વર્ષ સતત ઉપયોગ પછી, આ ફીણ એટલું સખત અને નાનું બની જાય છે કે તે અકસ્માત દરમિયાન તમારા માથાને ઝટકાથી બચાવવાની ક્ષમતા ગુમાવે છે. તમને જણાવી દઈએ કે, સૌથી સુરક્ષિત અને મોંઘા હેલમેટ બનાવનારી કંપની પણ આ 5 વર્ષના નિયમને માને છે.

આ કંપની ખરીદીના 5 વર્ષ પછી નવું હેલ્મેટ લેવાની સલાહ કરે છે, પછી ભલે અંદરનો ફોમ ગમે તેટલો સારો દેખાય. ભલે તમે હેલ્મેટનો ઉપયોગ ઓછો કરો અને સંભાળીને રાખો તેમ છતાં 5 વર્ષ પછી તેનું ફોમ નબળું થઈ જાય છે.

દર પાંચ વર્ષે તમારા હેલ્મેટ બદલવાનો એક ફાયદો એ છે કે, તમને નવી ટેકનોલોજી સાથે નવી ડિઝાઇન મળશે, જે વધુ મજબૂત અને વધુ આરામદાયક પણ હશે. (ALL Photo: Canva)