
રોશનીના પાવન પર્વ દિવાળીની વાત અલગ છે. આ દિવસે અંધારું દુર કરી ચારે બાજુ રોશની ફેલાવવા માટે દીવો પ્રગટાવવામાં આવે છે. દિવાળીની ધુમ ફટાકડા વગર અધુરી છે. ફટાકડા ફોડતી વખતે કેટલીક સાવધાની રાખવી પણ જરુરી છે.

દિવાળીના દિવસે ફટાકડાથી દાઝી જવાના અનેક કેસ સામે આવતા હોય છે. જેમાં બાળકો અને યુવાન બંને સામેલ છે. જો કોઈ વ્યક્તિ ફટાકડાથી દાઝી જાય છે. તો તરત શું કરવું જોઈએ. ચાલો જાણીએ.

દિવાળી પર જ્યાં પણ બાળકો ફટાકડા ફોડે છે, ત્યાં ઓછામાં ઓછી બે ડોલ પાણી રાખો.જો કોઈ આકસ્મિક રીતે દાઝી જાય, તો બળી ગયેલી જગ્યા પર પાણી નાંખો.

આ પછી, બળી ગયેલી જગ્યાને લગભગ પાંચ મિનિટ સુધી પાણીની અંદર રાખો. આનાથી દુખાવો ઓછો થશે.જ્યાં પણ ફટાકડા અને ફુલઝડી પ્રગટાવવામાં આવી રહ્યા હોય, ત્યાં ફર્સ્ટ એડ બોક્સ અને મેડિકલ કીટ તૈયાર રાખો.

બળી ગયેલી જગ્યાની આસપાસથી કોઈપણ બળેલા કપડાં કાઢી નાખો.બળી ગયેલી ત્વચાને કપડાથી લપેટશો નહીં.એક વાતનું ધ્યાન રાખવું કે બળી ગયેલી જગ્યા પર ટૂથપેસ્ટ ન લગાવો.

જો તમે ઈચ્છો તો, તમે બળી ગયેલી જગ્યા પર એલોવેરા જેલ લગાવી શકો છો.બળી ગયેલી ત્વચા પર ઘી, માખણ, તેલ, ટૂથપેસ્ટ અથવા બરફ લગાવવાનું હંમેશા ટાળો.

આંખમાં ઈજા, દુખાવો અથવા દ્રષ્ટિમાં અચાનક ફેરફાર થવાના કિસ્સામાં, તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.(ALL Photo: Canva, PTI)