સોમનાથ મંદિરમાં દિવાળીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી, વિશેષ પૂજા રખાઇ, જુઓ તસવીરો

ગીર સોમનાથમાં દિવાળીના પર્વની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી. સોમનાથમાં વિશેષ પૂજા રાખવામાં આવી હતી. સોમનાથ મંદિરના નૃત્ય મંડપ ખાતે શિવજીના સ્વરૂપની રંગોળી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ સહિત ટ્રસ્ટ પરિવાર પૂજન કાર્યમાં જોડાયો હતા.

| Edited By: | Updated on: Nov 13, 2023 | 11:07 AM
4 / 6
સોમનાથ મંદિરમાં તેમજ ટ્રસ્ટના શ્રી રામ મંદિરમાં રંગોળી, દીપમાળા, મહાપૂજા, મહાઆરતી, ત્રિશોંપચાર પૂજન, સહિતના ધાર્મિક આયોજન કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટના સચિવ  યોગેન્દ્ર દેસાઈ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા ભગવાન શ્રી રામ સહિત માતા લક્ષ્મી, માતા સરસ્વતી, અને  ગણેશજીનું પૂજન કરવામાં આવ્યું હતું.

5 / 6
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ડિજિટલ ભારત તરફ આગળ વધતા ઓનલાઈન માધ્યમથી પણ ભક્તોને જોડવામાં આવ્યા હતા. દેશભરમાંથી ભક્તોએ સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ પર લક્ષ્મી પૂજન નોંધાવ્યું હતું તેમને ઓનલાઈન મીટિંગ દ્વારા લક્ષ્મી પૂજન કરાવવામાં આવ્યું હતું. તેમજ સોમનાથ ખાતે તેઓના પૂજન થયેલા રોજમેળ અને લેખની તેઓના સરનામા પર મોકલવાની પણ વ્યવસ્થા કરવામાં આવી.

6 / 6
લક્ષ્મી પૂજન નોંધાવનાર સ્થાનિકોને પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ પૂજન વ્યવસ્થા અનુસાર પૂજન કરવામાં આવ્યું હતુ. તેમજ  સોમનાથ ટ્રસ્ટનું લક્ષ્મી પૂજન ટ્રસ્ટના સચિવના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં સોમનાથ ટ્રસ્ટ પરિવાર જોડાયો હતો.