
સાધનોની વાત કરીએ તો આ બિઝનેસમાં ઓવન, મિક્સર, બ્રેડ કેકના મોલ્ડ, કાઉન્ટર, ફ્રીઝ અને પેકિંગ સામગ્રી જેવી વસ્તુઓની તમને જરૂર પડશે.

આ ઉપરાંત Indiamart અને બીજી ઘણી B2B એપ્લિકેશન થકી પણ તમે માલ-સામાન મંગાવી શકો છો. જો તમે પોતે કોઈ બેકરી પ્રોડક્ટ ઘરેથી બનાવવા માંગો છો, તો તે તમે સરળતાથી શરૂ કરી શકો છો.

તમે YouTube, Udemy, Skillshare જેવી જગ્યાઓ પરથી bakery products બનાવવાની ટ્રેનિંગ લઈ શકો છો. આ અમુક શહેરોમાં ઓફલાઇન ક્લાસ પણ ઉપલબ્ધ હોય છે.

માર્કેટિંગ માટે તમે WhatsApp, Facebook, Instagram પર પ્રોડક્ટ્સ પોસ્ટ કરો, ઓફર્સ આપો, પેમ્ફલેટ છપાવો અને નજીકના ચા-દૂધના ધંધાવાળાઓને તમારી બેકરી આઇટમ્સના નમૂનાઓ આપો.

બેકરી વ્યવસાય ઓછા રોકાણમાં શરૂ થઈ શકે છે અને સતત ડિમાન્ડમાં રહે છે. આ બિઝનેસ યોગ્ય રીતે કરવામાં આવે તો તમે સારા એવા પૈસા કમાઈ શકો છો.