
હાઇવે અને એક્સપ્રેસવે એ સામાન્ય શબ્દો છે જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ. તેમણે ભારતમાં રોડ ટ્રાન્સપોર્ટેશનને ખૂબ ઝડપી અને કાર્યક્ષમ બનાવ્યું છે. આપણે જાણીએ છીએ કે આપણા ભારતનું રોડ નેટવર્ક વિશ્વનું બીજું સૌથી મોટું રોડ નેટવર્ક છે જે અનુક્રમે તમામ મોટા અને નાના શહેરો, નગરો, ગામડાઓને જોડે છે.

હાઈવે સામાન્ય રીતે 2થી 4 અથવા વધુ લેન ધરાવતા હોય છે. ભારતમાં મોટા ભાગના નેશનલ હાઈવે એટ-ગ્રેડ (At-grade) માર્ગો છે. આ માર્ગોનું માલિકી હક ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય પાસે છે. તેનું નિર્માણ અને સંચાલન નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI), NHIDCL અને વિવિધ રાજ્ય સરકારોના જાહેર નિર્માણ વિભાગો (PWD) દ્વારા કરવામાં આવે છે.

હાઈવે અનેક રસ્તાઓને જોડે છે. સામાન્ય રીતે શહેરો અને મહત્વપૂર્ણ સ્થળોને જોડવા માટે બનાવવામાં આવે છે. હાઈવે પર ટુ-વ્હીલર માટે મહત્તમ સ્પીડ આશે 80 કિમી અને કાર માટે મહત્તમ સ્પીડ 100 સુધી હોઈ શકે છે.

એક્સપ્રેસવે ભારતમાં ઉચ્ચતમ વર્ગના રસ્તાઓ છે. આ 6થી 8 લેનના હાઇવે હોય છે. મૂળભૂત રીતે, એક્સપ્રેસવે ઉચ્ચ ગુણવત્તાવાળા હોય છે જેમાં એક્સેસ રેમ્પ, ગ્રેડ સેપરેશન, લેન ડિવાઇડર અને એલિવેટેડ સેક્શન જેવી આધુનિક સુવિધાઓનો સમાવેશ થાય છે. એક્સપ્રેસવેમાં હાઈવે ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (HTMS) અને વીડિયો ઇન્સિડન્ટ ડિટેક્શન સિસ્ટમ (VIDS) જેવી સ્માર્ટ ટેક્નોલોજી પણ લાગુ કરવામાં આવે છે.

ભારતમાં આશરે 21થી 25 એક્સપ્રેસવે છે. કાર માટે મહત્તમ સ્પીડ 120 કિમી સુધી હોય છે. એક્સપ્રેસવે પર માત્ર નિર્ધારિત વાહનો જ પ્રવેશ કરી શકે છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.