
'ધુરંધર' ની વાર્તા પોતે જ ચર્ચાનો વિષય છે. આદિત્ય ધરની ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક ભારતીય એજન્ટ પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરે છે અને તેના ગેંગ અને આતંકવાદીઓના નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવે છે. (ફોટો google)

આ ફિલ્મમાં પાકિસ્તાનના કરાચીમાં આવેલા લ્યારી શહેરનું ચિત્રણ કરવામાં આવ્યું છે. જ્યાં એક સમયે ગેંગવોર થતી હતી. 'ધુરંધર' માં લ્યારીનું જે રીતે ચિત્રણ કરવામાં આવ્યું હતું તેનાથી દરેકને એવું જ લાગતું હતું કે ફિલ્મનું શૂટિંગ પાકિસ્તાનમાં થયું છે. પરંતુ સત્ય એ છે કે, એક પણ દ્રશ્ય પાકિસ્તાનના શૂટ થયું નથી. આદિત્ય ધરે તેમની શક્તિશાળી સંશોધન ટીમ સાથે મળીને લ્યારી શહેરનો સેટ બનાવ્યો હતો. (ફોટો google)

આ ફિલ્મનું શૂટિંગ ભારત અને થાઇલેન્ડમાં થયું હતું. થાઇલેન્ડના બેંગકોકમાં મેકર્સે છ એકરમાં ફેલાયેલો એક વિશાળ લ્યારી સેટ બનાવ્યો. ઘણી દુકાનો અને ગલીઓ વાસ્તવિક લ્યારી જેવી બનાવવામાં આવી હતી. તેને બનાવવા માટે ઘણા ભારતીયઓ, થાઇ કલાકારોએ સહયોગ કર્યો હતો. (ફોટો google)

આ ઉપરાંત ફિલ્મનું શૂટિંગ ભારતના જુદા-જુદા સ્થળોએ કરવામાં આવ્યું હતું. મોટાભાગનું શૂટિંગ મુંબઈના વિવિધ સ્ટુડિયોમાં થયું હતું. રહેમાન ડકેટને પુલ પર પકડવા વાળો સીન પણ મુંબઈના ડોમ્બિવલીમાં શૂટ કરવામાં આવ્યું હતું. (ફોટો google)

'ધુરંધર 2' માંથી સંજય દત્ત અને અર્જુન રામપાલનો એક લીક થયેલ ફોટો પણ સામે આવ્યો છે. જેનું શૂટિંગ સાઉથ મુંબઈમાં કરવામાં આવ્યું હતું. સંજય દત્તના ઘણા સીન જેમાં તે સંપૂર્ણ પણે એક્શન મોડમાં દેખાય છે, તે પણ મુંબઈમાં જ શૂટ કરવામાં આવ્યા હતા. (ફોટો google)

ધુરંધર 2 ના ક્લાઇમેક્સ સિક્વન્સનું શૂટિંગ પંજાબના લુધિયાણામાં કરવામાં આવ્યું હતું. જ્યાં રાતોરાત લોકોના ઘરોની છત પર પાકિસ્તાની ધ્વજા લગાવવામાં આવી હતી. આ સીનમાં રણવીર સિંહ અને અર્જુન રામપાલ જોવા મળ્યા હતા. ઘણા દ્રશ્યો અમૃતસરમાં પણ શૂટ કરવામાં આવ્યા હતા. (ફોટો google)

ચંદીગઢના પ્રખ્યાત સેક્ટર 17 અંડરપાસ પર 'ધુરંધર 2' નું શૂટિંગ કરવામાં આવ્યુ હતુ. આ ફૂટેજ સામે આવ્યા પછી, તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. (ફોટો google)

'ધુરંધર'ના ઘણા સીન લેહ, લદ્દાખમાં પણ શૂટ કરવામાં આવ્યા હતા. અક્ષય ખન્નાના વાયરલ 'Fa9la' ગીતથી લઈને બલોચ કેમ્પની મીટિંગ સુધીના બધા સીન ત્યાંની ખીણોમાં લેવાયા હતા. (ફોટો google)

આ સ્થળો ઉપરાંત 'ધુરંધર' નો એક નાનો ભાગ કસૌલીની ધ લોરેન્સ સ્કૂલમાં પણ શૂટ કરવામાં આવ્યો હતો. આદિત્ય ધરે તેની ફિલ્મનું શૂટિંગ ભારતના વિવિધભાગોમાં કર્યું હતું. જેના પર કોઈને પણ વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આદિત્ય ધરની 'ધુરંધર' પાકિસ્તાનમાં લીક થઈ ગઈ છે. (ફોટો google)
Published On - 5:00 pm, Sat, 21 March 26