IND vs ENG: ધ્રુવ જુરેલે સેલ્યુટ લગાવી મનાવ્યો પ્રથમ ટેસ્ટ અડધી સદીનો જશ્ન, જાણો સેલિબ્રેશનનું કારણ

|

Feb 25, 2024 | 1:59 PM

રાંચી ટેસ્ટમાં ધ્રુવ જુરેલે શાનદાર રમત દર્શાવી છે. ધ્રુવ જુરેલે ઇંગ્લીશ બોલરોને પરેશાન કરી દીધા હતા. એક સમયે અંગ્રેજો મોટી લીડ ભારત સામે મેળવીને મજબૂત સ્થિતિ સર્જવાના સપના જોઇ રહ્યા હતા. એ દરમિયાન જ ધ્રુવે શાનદાર રમત દર્શાવી હતી. ભારતીય ટીમ પર 100 નહીં 50 રનની પણ લીડનો ભાર લાગવા દીધો નહોતો.

1 / 6
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં ટેસ્ટ સિરીઝની ચોથી મેચ રમાઈ રહી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સિરીઝ ઘર આંગણે રમાઈ રહી છે. જેમાં ભારતીય ટીમ 2-1 થી આગળ છે. આમ ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમ અજેય થવા અને ઇંગ્લીશ ટીમ બરાબરી કરવા માટે ટક્કર આપી રહી છે.

2 / 6
રાંચી ટેસ્ટની પ્રથમ ઈનીંગમાં ભારતીય યુવા ખેલાડી ઘ્રુવ જુરેલે પ્રથમ ટેસ્ટ અડધી સદી નોંધાવી હતી. તેણે મેચમાં 90 રન નોંધાવ્યા હતા. જોકે તે સદીની નજીક પહોંચીને બોલ્ડ થયો હતો.

3 / 6
જોકે જુરેલે શાનદાર રમત વડે 90 રનનું મહત્વનું યોગદાન આપ્યુ હતુ. જુરેલે ટેસ્ટ કરિયરની પ્રથમ અડધી સદી પૂરી કરતા જ સેલ્યૂટ લગાવી હતી. મેદાનમાં તેની સેલ્યૂટ લગાવી અડધી સદીના સેલિબ્રેશનની તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ છે.

4 / 6
જુરેલના સેલ્યુટ સેલિબ્રેશન પાછળનું કારણ તેના પિતા છે. તેના પિતા નેમ સિંહ ભારતીય સેનામાં હતા અને તેઓ કારગીલ યુદ્ધમાં પાકિસ્તાન સામે પણ લડી ચુક્યા છે.

5 / 6
ધ્રુવ જુરેલના પિતા નેમ સિંહ ભારતીય સેનામાં હવાલદારના પદ પરથી નિવૃત્ત થયા છે. તેઓ ઇચ્છતા હતા કે, તેમનો પુત્ર ધ્રુવ પણ તેમની જેમ સેનામાં ભરતી થાય. પરંતુ ધ્રુવ ક્રિકેટર બન્યો હતો.

6 / 6
સેલ્યુટ લગાવતી તેની આ તસ્વીર સોશિયલ મીડિયા ખૂબ જ વાયલ થવા લાગી છે અને તેના સેલ્યુટ સેલિબ્રેશન અંગે લખવામાં આવ્યુ હતુ.

Next Photo Gallery