
સ્વપ્નિલની સ્ટોરી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે ઘણી મળતી આવે છે. બંને પોતપોતાના ક્ષેત્રમાં સફળતા હાંસલ કરતા પહેલા નાના પરિવારમાંથી આવ્યા હતા. સ્વપ્નિલ એક ટિકિટ કલેક્ટર છે જેના કારણે તેનું નામ એમએસ ધોની સાથે જોડાયું હતું. ધોનીએ પોતાના કરિયરની સાથે કેટલાક સમય માટે રેલવેમાં ટિકિટ કલેક્ટર તરીકે પણ કામ કર્યું છે. સ્વપ્નીલે ધોનીની બાયોપિક ઘણી વખત જોઈ છે.

ભારતનો આ પ્રતિભાશાળી શૂટર મહેન્દ્ર સિંહ ધોનીના વ્યક્તિત્વથી ઘણો પ્રભાવિત છે. સ્વપ્નિલ કહે છે કે તેણે એમએસ ધોનીની બાયોપિક ઘણી વખત જોઈ છે અને તે મહાન ક્રિકેટરની સિદ્ધિઓમાંથી પ્રેરણા લે છે. ધોની ક્રિકેટના મેદાન પર તેના શાંત સ્વભાવ માટે જાણીતો છે, જ્યારે શૂટિંગમાં પણ શાંત અને ધીરજવાન સ્વભાવની જરૂર પડે છે. તેથી જ સ્વપ્નિલ તેની જિંદગી ધોની સાથે જોડે છે.

સ્વપ્નિલ પાસે યુવાનીમાં, તેણે બે રમતોમાંથી એક પસંદ કરવાનું હતું, જેમાંથી તેણે શૂટિંગ કરવાનું નક્કી કર્યું. પરંતુ જુનિયર સ્તરે તેની પાસે ગોળીઓ ખરીદવાના પૈસા નહોતા. તમને જણાવી દઈએ કે સ્વપ્નિલ 2022 એશિયન ગેમ્સની 50 મીટર રાઈફલ 4 પોઝિશન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ વિજેતા હતો.
Published On - 2:43 pm, Thu, 1 August 24