
આ ગોચર મીન રાશિના જાતકો માટે મહત્વપૂર્ણ પરિવર્તન લાવનાર સાબિત થઈ શકે છે. સૂર્ય અને બુધની યુતિ આઠમા ભાવમાં બની રહી છે, જેના પરિણામે નીચભંગ રાજયોગ રચાશે. આ ભાવ છુપાયેલા ધન, અચાનક લાભ અને રહસ્યાત્મક ઘટનાઓ સાથે સંકળાયેલો હોવાથી, જાતકોને અનાયાસ નાણાકીય લાભની શક્યતા રહેશે. આ સમયગાળામાં કારકિર્દીમાં મોટાં ફેરફારો થઈ શકે છે, સાથે જ નવી નોકરી કે નવી દિશામાં આગળ વધવાની તક પણ મળી શકે છે. લોટરી, ઈન્વેસ્ટમેન્ટ અથવા શેરબજારમાંથી ફાયદો થવાની સંભાવના રહેશે. સરકારી કાર્યોમાં લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાની શક્યતા છે. સંશોધન અને આધ્યાત્મિક ક્ષેત્રમાં કાર્યરત વ્યક્તિઓ માટે પણ આ ગોચર સફળતા અને માન-સન્માન લાવી શકે છે.

આ ગોચર કર્ક રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સંજોગો સર્જી શકે છે. સૂર્ય અને બુધની યુતિથી બનતો નીચભંગ રાજયોગ ચોથા ભાવમાં સકારાત્મક ઉર્જા લાવશે. તેના કારણે ઘર અને પરિવાર સંબંધિત બાબતોમાં અનુકૂળ પરિણામો જોવા મળી શકે છે. કર્ક રાશિના લોકોના ઘરેલુ જીવનમાં ચાલી રહેલી તણાવભરી પરિસ્થિતિઓમાં સુધારો થશે અને દાંપત્યજીવનમાં પ્રેમ તથા સમજૂતીનો માહોલ વધશે. જમીન, ઘર અથવા અન્ય સ્થાવર મિલકત સંબંધિત કાર્યમાં લાભ મળવાની શક્યતા રહેશે. સાથે જ અચાનક નાણાકીય લાભ કે નવી આવકના સ્ત્રોત પ્રાપ્ત થઈ શકે છે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ સમયગાળામાં તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે.

સૂર્યનું આ ગોચર મકર રાશિના જાતકો માટે વિશેષ રૂપે શુભફળદાયી સાબિત થઈ શકે છે. દસમા ભાવમાં સૂર્ય દિગ્બલી સ્થિતિમાં રહેશે અને બુધ સાથેની તેની યુતિથી નીચભંગ રાજયોગનું સર્જન થશે. આ મકર રાશિના જાતકોમાં આત્મવિશ્વાસ અને આત્મસન્માનમાં વધારો કરશે.કાર્યસ્થળ પર તેમની પ્રતિષ્ઠા અને પ્રગતિની સંભાવનાઓ વધશે. આ સમયગાળામાં નવી નોકરીના અવસર અથવા પ્રમોશન મળવાની શક્યતા રહેશે. સાથે જ સરકારી યોજનાઓ, પ્રોજેક્ટ્સ અથવા અધિકારીઓ સાથેના સંબંધો દ્વારા લાભ મળી શકે છે. ઉદ્યોગપતિઓ માટે પણ આ સમય સફળતા અને નવા વિકાસના દ્વાર ખોલી શકે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )