
આ દિવસે નવા વાસણો, સાવરણી, ગણેશ-લક્ષ્મીની મૂર્તિ ખરીદવી શુભ છે, પરંતુ સાંજે અમુક કાર્યો ટાળવા જરૂરી છે. આ કાર્યો ટાળવાથી અશુભ પરિણામોથી બચી શકાય છે.

ઘરમાં ખાલી વાસણ ન લાવો ધનતેરસે ધાતુના વાસણો ખરીદવા શુભ મનાય છે, જે વર્ષભર સુખ-સમૃદ્ધિ જાળવી રાખે છે. જો કે ધનતેરસની સાંજે ખાલી વાસણો ન લાવવા જોઈએ તેમા પાણી, પતાશા, ગોળ કે ચોખા જેવી સમૃદ્ધિનું પ્રતિક ગણાતી વસ્તુઓ ભરીને લાવવી જોઈએ.

આ દિવસે ગરીબોને ખોરાક, કપડાં, દીવા અને પૈસાનું દાન કરી શકાય છે. જોકે, એવું માનવામાં આવે છે કે ધનતેરસની સાંજે કેટલીક વસ્તુઓનું દાન કરવું પ્રતિબંધિત છે, ખાસ કરીને મીઠું અને ખાંડ. સાંજે મીઠું કે ખાંડનું દાન કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને ઘરની સમૃદ્ધિ ઓછી થાય છે.