
આ ઉપકરણ દ્વારા પાણી ખૂબ જ ઓછા ખર્ચે ગરમ કરી શકાય છે અને જરૂર હોય તો સામાન્ય લાકડા, સૂકા વૃક્ષોના ટુકડા, ગાયના છાણના ખોખા અથવા લાકડાં નો વહેર પણ પૂરતો રહે છે. આથી માત્ર પાણી ગરમ કરવું સસ્તું બનતું નથી પણ ઘણા લોકો માટે રોજગારી અને સ્વદેશી ઉત્પાદનોના પ્રોત્સાહન જેવી ફાયદાની સ્થિતિ સર્જાય છે. આ ઉપકરણ આપણને વીજળી અને ગેસ પરની નિર્ભરતામાંથી મુક્ત કરે છે અને પરંપરાગત ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપે છે.

દેશી હમ્મામ સસ્તું અને પર્યાવરણમિત્ર તો છે જ, સાથે સાથે સુરક્ષિત પણ છે. તેમાં ગેસ લીકેજ કે વિસ્ફોટનો કોઈ ખતરો નથી. માત્ર કાગળ, સૂકા લાકડાં કે છાણ વડે સરળતાથી પાણી ગરમ કરી શકાય છે, જેના કારણે મહિલાઓ, વયસ્કો અને ગ્રામ્ય પરિવારો માટે તે ખૂબ જ અનુકૂળ સાબિત થાય છે.