સફેદ વાળ થશે નેચરલ ડાર્ક બ્રાઉન! મહેંદીમાં ચાની ભૂકી કે કોફી… કઈ વસ્તુ મિક્સ કરવાથી મળશે સારુ રિઝલ્ટ ?

વાળમાં કુદરતી ચમક લાવવા માટે મહેંદી એક સારો કુદરતી ઉપાય છે. મહેંદીથી સફેદ વાળ કાળા થવા લાગે છે. લોકો ઘણીવાર મહેંદી સાથે ચાની ભૂકી અથવા તો કોફીનું પાઉડર ભેળવે છે. પરંતુ બંનેમાંથી કયો વિકલ્પ સારો છે અને શું ચાની ભૂકી તથા કોફી બંનેને મહેંદીમાં મિક્સ કરી શકાય?

| Updated on: Aug 19, 2026 | 2:50 PM
1 / 6
મહેંદીમાં ચાની ભૂકી ઉમેરવાથી વાળ મજબૂત બને છે અને વાળને કુદરતી ચમક મળે છે. એક કપ પાણીમાં 1થી 2 ચમચી ચાની ભૂકી ભેળવીને ઉકાળો. જ્યારે પાણીમાં સારો રંગ આવી જાય ત્યારે ગેસ બંધ કરી દો. (Image Source | Getty Images)

2 / 6
ચાની ભૂકીના પાણીને ગાળીને તેમાં મહેંદી ઓગાળી લો. ત્યારબાદ તેને 15થી 20 મિનિટ માટે રાખ્યા પછી વાળમાં લગાવો. તમે ચાના બદલે કોફી પાઉડર પણ ઉમેરી શકો છો. (Image Source | iStock)

3 / 6
મહેંદીમાં કોફી પાઉડર નાખીને વાળમાં લગાવવાથી વાળ પર લાલ રંગને બદલે બ્રાઉન રંગ આવી શકે છે. તે ડાર્ક બ્રાઉન ડાયની જેમ કામ કરી શકે છે. વાળને સુંદર રંગ આપી શકે છે. (Image Source | Adobe Stock)

4 / 6
જો તમારા વાળ સફેદ હોય અને તમને મહેંદીનો હળવો લાલ રંગ પસંદ નથી તો તમે કોફી અને ચાની ભૂકી બંનેનો ઉપયોગ કરી શકો છો. ચાની ભૂકીના પાણીમાં મહેંદી ઓગાળી તેમાં 1 ચમચી કોફી પાઉડર મિક્સ કરો. તેનાથી વાળને ડાર્ક બ્રાઉન રંગ મળી શકે છે. (Image Source | iStock)

5 / 6
આ રીતે કોફી અને ચાની ભૂકી મિક્સ કરીને તૈયાર કરેલી મહેંદીને વાળમાં 2થી 3 કલાક સુધી રાખી શકાય છે. પંખાની હવાથી મહેંદી ઝડપથી સુકાઈ જાય છે અને તેનો રંગ યોગ્ય રીતે વાળ પર આવી શકતો નથી. તેથી મહેંદી લગાવ્યા બાદ શાવર કેપ પહેરવી ઉપયોગી થઈ શકે છે. (Image Source | Getty Images)

6 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | Adobe Stock)

Follow Us
Loading...
Unable to load recommendations.