
સુબિર તાલુકાના વિવિધ ગામ અને ફળિયાઓમાં સઘન સફાઈ માટે ઝુંબેશ ચાલી રહી છે. જેમા સારી જનભાગીદારી પણ જોવા મળી રહી છે.

સુબિર તાલુકાના મોખામાળ, કેશબંધ, કિરલી, બીલબારી અને લવચાલીની સરકારી પ્રાથમિક શાળાઓ અને હાઇસ્કુલ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગંદકી દૂર કરવામાં આવી હતી.

બાળકો દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાનમા શિક્ષકો, સાથી વિદ્યાર્થીઓ તેમજ અન્ય સ્ટાફે મળીને "સ્વચ્છતા એ જ સેવા"ના સૂત્રને સાર્થક કરવા પ્રયાસ કર્યો હતો. નકામો કચરો દૂર કરીને સમગ્ર વિસ્તારની કાયાપલટ કરાઈ હતી.
Published On - 7:27 am, Mon, 30 October 23