
ઝુમ્બા : ઝુમ્બા એક સંપૂર્ણ ડાન્સ અને ફિટનેસ વર્કઆઉટ છે. જે ઉર્જાથી ભરપૂર છે. આમાં તમારે ઝડપી ગતિએ સ્ટેપ્સ મૂવ્સ કરવા પડે છે. જે તમારા શરીરને સંપૂર્ણપણે સક્રિય બનાવે છે. ઝુમ્બા કરવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે.

હિપ-હોપ : હિપ-હોપ ડાન્સ મગજને રિલેક્સ કરવામાં મદદ કરી શકે છે. આ ડાન્સથી શરીરની ઊર્જા પણ વધી શકે છે. હિપ-હોપ ડાન્સ કરવાથી સ્ટ્રેસ ઘટી શકે છે. હિપ-હોપ ડાન્સમાં ફોકસની જરૂર હોય છે. જે કન્સન્ટ્રેશન વધારવામાં મદદ કરે છે.

સાલસા : સાલસા એક રોમેન્ટિક ડાન્સ છે. તે ઊર્જાથી ભરપૂર હોય છે. આ ડાન્સ કરવાથી સ્ટ્રેસ ઝડપથી ઓછો થઈ શકે છે.

બેલી ડાન્સ : બેલી ડાન્સ શરીરનું સંતુલન સુધારવામાં મદદ કરે છે. તેના ધીમા મૂવ્સ મગજને શાંતિ આપે છે. સાથે શરીરને ફ્લેક્સિબલ બનાવે છે. બેલી ડાન્સ બ્રેનને એક્ટિવ રાખવામાં મદદ કરે છે.

કિકબોક્સિંગ ડાન્સ : આ ડાન્સ સ્ટ્રેસ દૂર કરવા માટે શ્રેષ્ઠ છે. તેમાં શરીરને પૂરતી શક્તિ અને ઊર્જાની જરૂર પડે છે. આ એક પરફેક્ટ વર્કઆઉટ છે.

હોટ યોગા ડાન્સ : આ એક આધુનિક ડાન્સ ફોર્મ છે. એમાં યોગ અને ડાન્સનું મિશ્રણ છે. આ ડાન્સ માનસિક અને શારીરિક શાંતિ આપે છે. તેને

ક્લાસિકલ ડાન્સ : ભારતીય ક્લાસિકલ ડાન્સ જેમ કે ભરતનાટ્યમ અને કથક પણ શરીરને સક્રિય રાખે છે. તેમાં ધીમા અને નિયંત્રિત મૂવ્સ હોય છે. જે માનસિક સ્વાસ્થ્ય માટે લાભદાયક છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.