
મેષ રાશિ: આજે તમારા વિચારોમાં સકારાત્મકતા રહેશે, જેનાથી તમે મહત્વપૂર્ણ નિર્ણયો સરળતાથી લઈ શકશો. વ્યાપારમાં કોઈ નવી ડીલ ફાઇનલ થઈ શકે છે, જે ભવિષ્યમાં મોટો આર્થિક લાભ કરાવશે. નોકરી કરતા જાતકોને સહકર્મીઓનો ઉત્તમ સહયોગ પ્રાપ્ત થશે. પારિવારિક જીવનમાં ખુશીઓ જળવાઈ રહેશે અને જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો. યુવાનોને અભ્યાસ અથવા સ્પર્ધામાં ઉત્સાહજનક પરિણામો મળશે. સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે પરંતુ ભાગદોડને કારણે થાક અનુભવાઈ શકે છે. (ઉપાય: ગાયને રોટલી ખવડાવો અને પાણીમાં થોડું કેસર નાખીને સ્નાન કરો.)

વૃષભ રાશિ: આજે તમારો દિવસ શાંતિ અને સંતોષથી ભરેલો રહેશે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે અને જૂના રોકાણમાંથી લાભ થશે. નોકરીમાં સહકર્મીઓનો પૂર્ણ સહયોગ મળશે. પરિવારમાં કોઈ શુભ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે. સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપવું, ખાસ કરીને આંખોની સંભાળ રાખવી. (ઉપાય: મા લક્ષ્મીની પૂજા કરો અને સફેદ મિઠાઈ અર્પણ કરો.)

મિથુન રાશિ: આજે તમારી વાણી અને વર્તનથી લોકો પ્રભાવિત થશે. બિઝનેસ ક્ષેત્રે નવા સંપર્કો બનશે, જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. અટકેલા નાણાં પાછા મળવાની શક્યતા છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો આ ઉત્તમ સમય છે. માનસિક રીતે ખુશી અનુભવશો પરંતુ વધુ પડતા તણાવથી દૂર રહેવું. (ઉપાય: ગણેશજીને દૂર્વા ચડાવો અને લીલા કપડાંનું દાન કરો.)

કર્ક રાશિ: આજે દિવસ દરમિયાન ભાવનાત્મક રીતે થોડો ઉતાર-ચઢાવ આવી શકે છે. તેથી, નિર્ણયો સમજી-વિચારીને લેવા. નોકરીમાં નવી જવાબદારીઓ મળી શકે છે, જે તમારા પદમાં વધારો કરશે. વેપારમાં નાણાકીય લેવડ-દેવડ કરતી વખતે સાવધાની રાખવી. પરિવારનો સહયોગ તમારો આત્મવિશ્વાસ વધારશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. (ઉપાય: શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરો.)

સિંહ રાશિ: આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને નેતૃત્વ ક્ષમતા ખીલી ઊઠશે. કાર્યક્ષેત્રે તમારા કામની પ્રશંસા થશે અને અધિકારીઓ ખુશ રહેશે. વેપારમાં કોઈ નવો કરાર થઈ શકે છે, જે લાભદાયી રહેશે. મિત્રો સાથે મનોરંજક સમય વિતાવશો. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, છતાં નિયમિત કસરત ચાલુ રાખવી. (ઉપાય: સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો અને 'ઓમ સૂર્યાય નમઃ' નો જાપ કરો.)

કન્યા રાશિ: આજે તમારે તમારા કામમાં વધારે મહેનત કરવી પડી શકે છે પરંતુ પરિણામ આશાસ્પદ મળશે. વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે. નાણાકીય વ્યવહારમાં પારદર્શિતા રાખવી. ઘરમાં વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન મળશે. યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ પેટનું ખાસ ધ્યાન રાખવું. (ઉપાય: ગાયને લીલું ઘાસ ખવડાવો.)

તુલા રાશિ: આજે કળા, સાહિત્ય અને સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે દિવસ ખૂબ જ શુભ છે. ધંધામાં ભાગીદારીથી મોટો લાભ થઈ શકે છે. જૂના વિવાદોનો અંત આવશે અને મન શાંત રહેશે. પરિવાર સાથે ઉત્તમ સમય વિતાવવાની તક મળશે. સ્વાસ્થ્ય બાબતે જાગૃત રહેવું અને હળવો ખોરાક લેવો. (ઉપાય: કનકધારા સ્તોત્રનો પાઠ કરો.)

વૃશ્ચિક રાશિ: આજે કોઈ ખાસ સ્રોતથી નાણાકીય લાભ થવાની સંભાવના છે. નોકરીમાં તમારી મહેનત રંગ લાવશે અને વરિષ્ઠ અધિકારીઓ સહયોગ કરશે. કોઈ નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવાનો વિચાર કરી શકો છો. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે પરંતુ વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. (ઉપાય: હનુમાનજી સામે તેલનો દીવો પ્રગટાવો.)

ધન રાશિ: આજે ધાર્મિક અને સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે. લાંબા અંતરની યાત્રાનો યોગ બની રહ્યો છે, જે ફળદાયી રહેશે. વેપારમાં નફાનું પ્રમાણ વધશે અને આર્થિક સ્થિતિ સુધરશે. બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે, યોગ અને ધ્યાન કરવાથી લાભ થશે. (ઉપાય: ભગવાન વિષ્ણુની પૂજા કરો અને કપાાળ પર કેસરનું તિલક લગાવો.)

મકર રાશિ: આજે કરિયરના ક્ષેત્રમાં મોટી સફળતા મળવાના એંધાણ છે. અટકેલા કામો વેગ પકડશે અને નવી તકો સામે ચાલીને આવશે. ધંધાકીય વિસ્તરણ માટે આ સમય યોગ્ય છે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે અને સભ્યો વચ્ચે પ્રેમ વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે, છતાં સમયસર આહાર લેવો. (ઉપાય: શનિદેવને સરસવનું તેલ અર્પણ કરો અને પીપળાના વૃક્ષની પૂજા કરો.)

કુંભ રાશિ: આજે તમારા ભાગ્યનો પૂર્ણ સાથ મળશે અને અટકેલા કાર્યો સરળતાથી પૂરા થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. નોકરી શોધતા લોકોને નવી તકો મળશે. નાણાકીય બાબતોમાં મોટો સુધારો જોવા મળશે. જૂના મિત્રો સાથે મુલાકાત મનને ખુશ કરશે. સ્વાસ્થ્ય સારો અનુભવાશે. (ઉપાય: ગરીબોને કાળી અડદની દાળ અથવા કાળા વસ્ત્રનું દાન કરો.)

મીન રાશિ: આજે અધ્યાત્મ તરફ તમારો ઝુકાવ વધારે રહેશે, જેનાથી માનસિક શાંતિ મળશે. વેપારમાં કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેવો, અનુભવી લોકોની સલાહ લેવી. પરિવાર સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે, બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવો. સ્વાસ્થ્ય બાબતે યોગ અને પ્રાણાયામ સારો વિકલ્પ છે. (ઉપાય: વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરો અને પીળા રંગનું ફળ દાન કરો.)
Published On - 6:01 am, Thu, 22 October 26