DA Hike: કેન્દ્રના કર્મચારીઓને દિવાળી પહેલાંની મોટી ભેટ! DA Hikeમાં વધારો થશે, તો આટલો વધશે પગાર

8મા પગાર પંચ અંગેની ચર્ચાઓ વચ્ચે, 7મા પગાર પંચ હેઠળ જુલાઈ 2026માં DAમાં વધારાનો માર્ગ સંપૂર્ણપણે મોકળો થઈ ગયો છે. ઔદ્યોગિક કામદારો માટેના 'ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ' (AICPI-IW)ના તાજેતરના આંકડાઓના આધારે, આ વખતે DAમાં 3%નો વધારો નિશ્ચિત માનવામાં આવે છે.

| Updated on: Oct 01, 2026 | 9:15 AM
1 / 8
જુલાઈ 2026 માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મળતા મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. 8મા પગાર પંચ અંગેની ચર્ચાઓ વચ્ચે, 7મા પગાર પંચ હેઠળ જુલાઈ 2026માં DAમાં વધારાનો માર્ગ સંપૂર્ણપણે મોકળો થઈ ગયો છે. ઔદ્યોગિક કામદારો માટેના 'ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ' (AICPI-IW)ના તાજેતરના આંકડાઓના આધારે, આ વખતે DAમાં 3%નો વધારો નિશ્ચિત માનવામાં આવે છે.

2 / 8
આ વધારા બાદ, કેન્દ્રીય કર્મચારીઓ માટે કુલ મોંઘવારી ભથ્થું વર્તમાન 60% થી વધીને 63% થશે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી મળ્યા પછી, આ વધારો 1 જુલાઈ, 2026થી અમલમાં આવ્યા છે.

3 / 8
સરકાર AICPI-IW આંકડાઓની 12 મહિનાની સરેરાશના આધારે વર્ષમાં બે વાર (જાન્યુઆરી અને જુલાઈમાં) DAમાં સુધારો કરે છે. લેબર બ્યુરો દ્વારા જૂન 2026ના આંકડા જાહેર થવાની સાથે, જુલાઈ 2026 માટે જરૂરી 12 મહિનાનું ચક્ર પૂર્ણ થઈ ગયું છે. જૂન 2026 માટે CPI-IW સૂચકાંક 1.1 પોઈન્ટ વધીને 151.9 પર પહોંચ્યો છે, જે મે મહિનામાં 150.8 હતો. તેમજ જુલાઈ 2025 થી જૂન 2026 સુધીના ડેટાની સરેરાશ 148.65 પોઈન્ટ છે.

4 / 8
DA ફોર્મ્યુલાની ગણતરી: 7મા પગાર પંચના નિર્ધારિત સૂત્ર અને કન્વર્ઝન ફેક્ટર (2.88)ના આધારે, ગણતરીનું પરિણામ 63.76% આવે છે. DAની ચુકવણી પૂર્ણાંક ટકાવારીમાં કરવામાં આવતી હોવાથી, તેને 63% નક્કી કરવામાં આવશે. આ વર્તમાન દર 60% કરતા પૂરા 3% વધારે છે.

5 / 8
DAમાં વધારો: તમારા મૂળ પગાર (બેઝિક પે)ના આધારે તમારો પગાર કેટલો વધશે? DAમાં 3%ના વધારાની સીધી અસર કર્મચારીઓના માસિક 'ઇન-હેન્ડ' (હાથમાં આવતા) પગાર પર જોવા મળશે. મૂળ પગારના આધારે કરવામાં આવેલા વધારા અંગેની વિગતો નીચે મુજબ છે:

6 / 8
આ નિર્ણયથી કેન્દ્ર સરકારના અંદાજે 50.46 લાખ કર્મચારીઓ અને 68.27 લાખ પેન્શનધારકોને રાહત મળશે. પેન્શનધારકો માટેના 'ડિયરનેસ રિલીફ' (DR)માં પણ 3%નો વધારો થશે, જેના પરિણામે તેમની માસિક પેન્શનની રકમમાં વધારો થશે.

7 / 8
વર્તમાન સંકેતો મુજબ, કેન્દ્રીય કેબિનેટ દ્વારા ઓક્ટોબર કે નવેમ્બરમાં આવતી દિવાળીની આસપાસ આ વધારાને અંતિમ મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે. આ વધારો 1 જુલાઈ, 2026થી અમલમાં આવનાર હોવાથી, જુલાઈથી લઈને કેબિનેટની મંજૂરી મળે તે મહિના સુધીના સમયગાળાની બાકી રકમ (એરિયર્સ) કર્મચારીઓ અને પેન્શનધારકોને એકમુકત રકમ તરીકે ચૂકવવામાં આવશે.

8 / 8
અગાઉ, એપ્રિલ 2026માં સરકારે 2% DA (મોંઘવારી ભથ્થા) વધારાની જાહેરાત કરી હતી. જે 1 જાન્યુઆરી, 2026થી અમલમાં આવ્યો હતો, જેનાથી DA વધીને 60% થયો હતો. જ્યાં સુધી 8મા પગાર પંચનો અમલ ન થાય ત્યાં સુધી, હાલના 7મા પગાર પંચના માળખા હેઠળ DA અને DRમાં સુધારા કરવાની પ્રક્રિયા ચાલુ રહેશે.

Follow Us
Loading...
Unable to load recommendations.