
યશસ્વી જયસ્વાલ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચના પહેલા દિવસે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોના લિસ્ટમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ લિસ્ટમાં કરુણ નાયર ટોપ પર છે. કરુણ નાયરે 2016માં ચેન્નાઈ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 232 રન બનાવ્યા હતા. સુનીલ ગાવસ્કર અને યશસ્વી જયસ્વાલે 179-179 રન બનાવ્યા છે. યશસ્વીએ પોતાની શાનદાર સદીની ઈનિંગ દરમિયાન એક બીજો મોટો રેકોર્ડ બનાવ્યો છે. યશસ્વી 23 વર્ષની ઉંમરે ઘર અને બહાર બંને ટેસ્ટ મેચોમાં સદી ફટકારનાર ચોથો ભારતીય ખેલાડી છે. આ પહેલા માત્ર રવિ શાસ્ત્રી, સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી જ આ કરી શક્યા હતા. યશસ્વીએ 22 વર્ષ અને 36 દિવસની ઉંમરમાં આ સિદ્ધિ મેળવી છે.

યશસ્વી જયસ્વાલના ટેસ્ટ કરિયર પર નજર કરીએ તો આ ખેલાડીએ 6 મેચમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. યશસ્વી જયસ્વાલે ટેસ્ટમાં 65.56ની એવરેજથી 590 રન બનાવ્યા છે. જેમાં 2 સદી સિવાય 2 અડધી સદી નોંધાઈ હતી. આ સિવાય આ યુવા બેટ્સમેને ભારત માટે 17 T20 મેચ રમી છે.