
દક્ષિણ આફ્રિકા હાલમાં WTC પોઈન્ટ ટેબલમાં 63.33 ટકા પોઈન્ટ સાથે નંબર 1 પર છે. સેન્ચુરિયનમાં જીત બાદ આફ્રિકા ટોપ પર રહેશે અને 66.67 પોઈન્ટનો સ્કોર કરશે. જ્યારે ભારત જો મેલબોર્ન ટેસ્ટ જીતે છે તો તેને 58.33 ટકા પોઈન્ટ મળશે અને તે બીજા નંબર પર આવશે.

હાલમાં ટીમ ઈન્ડિયા 55.88 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાન પર છે. બીજા નંબર પર રહેલી ઓસ્ટ્રેલિયાના હાલમાં 58.89 પોઈન્ટ છે. પરંતુ જો ભારત મેલબોર્નમાં હારશે તો 55.21 પોઈન્ટ થશે અને ત્રીજા સ્થાન પર જ રહેશે.

જો ભારત મેલબોર્ન ટેસ્ટ નહીં જીતે અને ટેસ્ટ ડ્રો રહેશે તો પણ ટીમ ઈન્ડિયાને આંચકો લાગશે. આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા બીજા નંબર પર વધુ મજબૂત બનશે. જ્યારે ભારત પણ ત્રીજા સ્થાને રહેશે પરંતુ તેના પોઈન્ટ 54.63 થઈ જશે.

જો દક્ષિણ આફ્રિકા બોક્સિંગ ડે ટેસ્ટમાં હારી જશે તો તે બીજા સ્થાને સરકી જશે. આ સિવાય જો પાકિસ્તાન-દક્ષિણ આફ્રિકા અને ભારત-ઓસ્ટ્રેલિયાની બંને મેચ ડ્રો રહી તો ટીમ ઈન્ડિયા 54.63 ટકા પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર રહેશે. (All Photo Credit : PTI / GETTY)
Published On - 8:29 pm, Wed, 25 December 24