સૌથી ઝડપી બોલ ફેંકી આ બોલરે મહિલા ક્રિકેટમાં લાવી ‘ક્રાંતિ’, WPL 2024માં રચાયો ઈતિહાસ
વુમન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ અને દિલ્હી વચ્ચેની મેચમાં એક એવી ઘટના બની જેણે બધાનું ધ્યાન ખેંચ્યું. આ મેચમાં મહિલા ફાસ્ટ બોલરે જે કર્યું એ વુમન્સ ક્રિકેટના ઈતિહાસમાં પહેલા ક્યારેય નથી થયું. 132.1kmph ની ઝડપથી બોલ ફેંકી મુંબઈ ઈન્ડિયન્સની ખેલાડી સૌથી ફાસ્ટેસ્ટ બોલ ફેંકનાર મહિલા ખેલાડી બની ગઈ છે.
1 / 5
WPL 2024માં 5 માર્ચની સાંજે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં શબનીમ ઈસ્માઈલે એવો બોલ ફેંક્યો જે માત્ર WPLના ઈતિહાસમાં જ નહીં પરંતુ મહિલા ક્રિકેટના ઈતિહાસમાં પણ સૌથી ઝડપી બોલ હતો.
2 / 5
આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં પણ સૌથી ઝડપી બોલનો રેકોર્ડ શબનીમ ઈસ્માઈલના નામે છે, જે તેણે વર્ષ 2016માં વેસ્ટ ઈન્ડિઝ સામે 128 કિમી પ્રતિ કલાકની ઝડપે ફેંક્યો હતો. પરંતુ, આ વખતે તેણે 130 કિમી પ્રતિ કલાકની ઝડપે અવરોધ તોડીને ક્રાંતિ લાવી દીધી છે.
3 / 5
મહિલા ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ બોલરે 130 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલ ફેંક્યો હોય.
4 / 5
આ મેચની ત્રીજી ઓવરનો બીજો બોલ હતો. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન મેગ લેનિંગ, જે દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરી રહી હતી, તેણે શબનીમની રેકોર્ડ બ્રેકિંગ સ્પીડ સાથે આ બોલ રમ્યો હતો. લેનિંગ ગતિ ચૂકી ગઈ અને બોલ સીધો તેના પેડ્સ પર ગયો. LBW માટે જોરદાર અપીલ કરવામાં આવી હતી પરંતુ અમ્પાયરે અપીલ ફગાવી દીધી હતી.
5 / 5
જોકે, મહિલા ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી બોલ ફેંકનાર શબનીમનું પ્રદર્શન આ મેચમાં કંઈ ખાસ રહ્યું ન હતું. તેણે 4 ઓવરમાં 46 રન આપ્યા અને બદલામાં માત્ર એક વિકેટ લીધી. એટલું જ નહીં તેની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ મેચ પણ હારી ગઈ હતી. દિલ્હી કેપિટલ્સે તેમને 29 રને હરાવ્યું હતું.
Published On - 6:19 pm, Wed, 6 March 24