વર્લ્ડ કપ પર પ્રદૂષણનું સંકટ, દિલ્હીમાં આ ટીમો વચ્ચેની મેચ થઈ શકે છે રદ્દ
વર્લ્ડ કપની 38મી મેચ શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ શ્રીલંકા માટે કરો યા મરો હશે. આ સાથે જ બાંગ્લાદેશની ટીમ જીત સાથે બે પોઈન્ટ મેળવવા ઈચ્છશે. શ્રીલંકા સાત મેચમાંથી બે જીત સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. આ સાથે જ બાંગ્લાદેશ સાત મેચમાં બે જીત સાથે નવમા સ્થાને છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સ્પષ્ટ કર્યું છે કે મેચ અંગેનો નિર્ણય મેચના દિવસે જ લેવામાં આવશે. મેચ અધિકારીઓ સોમવારે હવાની ગુણવત્તા તપાસશે.
5 / 5
ICC ના આર્ટિકલ 2.8 ઓન પ્લેઇંગ કંડીશન મુજબ, "જો કોઈપણ સમયે અમ્પાયરો સંમત થાય કે મેદાન, હવામાન અથવા પ્રકાશ અથવા અન્ય કોઈપણ સંજોગો ખતરનાક અથવા અયોગ્ય છે, તો તેઓ તરત જ રમતને સ્થગિત કરશે અથવા રમત બંધ કરશે."