
આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2024માં ન્યુઝીલેન્ડની ટીમે ગ્રુપ સ્ટેજથી લઈ ફાઈનલ સુધી શાનદાર રમત દેખાજી હતી. ન્યુઝીલેન્ડની ટીમે આઈસીસી દ્વારા ટી20 વર્લ્ડકપ ટ્રોફી જીતવા પર પ્રાઈઝમની તરીકે 19,67 કરોડ રુપિયા મળ્યા છે. ગ્રુપ સ્ટેજમાં એક મેચ જીતવા પર દરેક ટીમને 26.19 લાખ રુપિયા મળ્યા છે. ન્યુઝીલેન્ડની ટીમે ગ્રુપ સ્ટેજમાં 3 મેડ જીતી હતી એટલે વધારે 78 લાખ રુપિયા મળ્યા છે. ન્યુઝીલેન્ડની ટીમને અંદાજે 20.45 કરોડ રુપિયાનું ઈનામ મળ્યું છે.

રનર અપ રહેલી સાઉથ આફ્રિકાની ટીમને 9.83 કરોડ રુપિયા મળ્યા છે. જો ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો ટૂર્નામેન્ટમાં નિરાશાજનક પ્રદર્શનના કારણે તેને મોટી રકમ મળી નથી. ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. 2 મેચ જીતવાના કારણે માત્ર 52 લાખ રુપિયા મળ્યા છે.