
હવે આપણે જોઈએ કે, કઈ ફ્રેન્ચાઈઝી પાસે કેટલા પૈસા છે. તો દિલ્હી કેપિટલ્સની પાસે 2.5 કરોડ રુપિયા છે. ગુજરાત જાયન્ટસ પાસે 4.4 કરોડ, મુંબઈ ઈન્ડિયન્સ પાસે 2.65 કરોડ , યુપી વોરિયર્સ પાસે 3.9 કરોડ અને રોયલ ચેલેજર્સ બેંગ્લુરુ પાસે 3.25 કરોડ રુપિયા છે.

WPL 2025 ઓક્શનનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો તેના પર વાત કરીએ. તો રવિવારે એટલે કે, આજે 15 ડિસેમ્બરના રોજ મહિલા પ્રીમિયર લીગનું ઓક્શન બેંગ્લુરુમાં યોજાશે.

ઓક્શન બપોરના 3 કલાકથી શરુ થશે. જો તમે મહિલા પ્રીમિયર લીગનું લાઈવ સ્ટ્રીમિંગ જોવા માંગો છો તો તમે જિઓ સિનેમા એપ પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો.