
બીજી તરફ સ્મૃતિ મંધાનાએ સદી ફટકારી. તેણે 101 બોલમાં 116 રન બનાવ્યા, જેમાં 15 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. આ તેની ODI ક્રિકેટમાં 11મી સદી હતી. આ સાથે, તે વનડેમાં સૌથી વધુ સદી ફટકારનાર ત્રીજી બેટ્સમેન પણ બની ગઈ હતી.

સ્મૃતિ મંધાના ઉપરાંત હરલીન દેઓલ, કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમિમા રોડ્રિગ્સે પણ શાનદાર બેટિંગ કરી. હરલીને 47 રન, હરમનપ્રીતે 41 રન અને જેમિમાએ 44 રનનું યોગદાન આપ્યું હતું.

આ પછી દીપ્તિ શર્માએ અણનમ 20 રન બનાવીને ઈનિંગનો અંત કર્યો, જેના કારણે ટીમ ઈન્ડિયા 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 342 રન બનાવી શકી.

343 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકા 48.2 ઓવરમાં 245 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારત તરફથી સૌથી સફળ બોલર સ્નેહા રાણા હતી. સ્નેહા રાણાએ 9.2 ઓવરમાં 38 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે અમનજોત કૌરે 3 વિકેટ અને શ્રી ચારણીએ 1 વિકેટ લીધી હતી. (All Photo Credit : X / BCCI)
Published On - 8:40 pm, Sun, 11 May 25