Joe Root Captain: જો રૂટ ફરી બનશે ઈંગ્લેન્ડનો ટેસ્ટ કેપ્ટન? ECBનો ચોંકાવનારો નિર્ણય!

ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના આગામી કેપ્ટનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો મુજબ, બેન સ્ટોક્સ બાદ જો રૂટને ફરી ટેસ્ટ ટીમની કમાન સોંપવાની તૈયારી ચાલી રહી છે. હેરી બ્રુક પહેલેથી જ ODI અને T20 ટીમનો કેપ્ટન હોવાથી ECB તેના પર ત્રણેય ફોર્મેટની જવાબદારી મૂકવા માંગતું નથી, જેના કારણે રૂટનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે.

| Updated on: Jul 24, 2026 | 9:15 PM
1 / 5
ઈંગ્લેન્ડને નવો ટેસ્ટ કેપ્ટન મળવાનો છે. મોટા સમાચાર એ છે કે જો રૂટને ફરી એકવાર ઈંગ્લેન્ડનો કેપ્ટન બનાવવામાં આવશે. અહેવાલો સૂચવે છે કે બેન સ્ટોક્સ પછી હેરી બ્રુકને આ જવાબદારી સોંપવામાં આવશે નહીં. બ્રુક ODI અને T20 ટીમોના કેપ્ટન છે, અને ECB તેને ત્રણેય ફોર્મેટ માટે જવાબદારી આપવા માંગતું નથી.

2 / 5
જો બ્રુકે તાજેતરમાં જ કહ્યું હતું કે જો તક મળશે તો તે ટેસ્ટ કેપ્ટન તરીકે જવાબદારી સંભાળશે, પરંતુ હવે આ જવાબદારી તેને આપવામાં આવી રહી નથી. પસંદગીકારો ફરી એકવાર જો રૂટને કેપ્ટન તરીકે નિયુક્ત કરવા આતુર છે.

3 / 5
જો રૂટ 2017 માં એલિસ્ટર કૂકની જગ્યાએ ઈંગ્લેન્ડનો ટેસ્ટ કેપ્ટન બન્યો હતો. તે ઈંગ્લેન્ડનો 80મો ટેસ્ટ કેપ્ટન બન્યો હતો. તેણે 2022 માં કેપ્ટનશીપ છોડી દીધી હતી.

4 / 5
જો રૂટે 65 ટેસ્ટ મેચોમાં ઈંગ્લેન્ડનું નેતૃત્વ કર્યું છે, જેમાંથી 27 ટેસ્ટ જીત્યો હતો જયારે 27 મેચમાં હાર થઈ છે. તે ઈંગ્લેન્ડનો સૌથી સફળ કેપ્ટન છે.

5 / 5
જો રૂટે ટેસ્ટમાં ઈંગ્લેન્ડના કેપ્ટન તરીકે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે, તેણે 46.71 ની સરેરાશથી 5418 રન બનાવ્યા છે, જેમાં 15 સદીનો સમાવેશ થાય છે. (PC: GETTY IMAGES)

Published On - 9:14 pm, Fri, 24 July 26

Follow Us