
તમને જણાવી દઈએ કે, ઉર્વિલ એક વિકેટકીપર બેટ્સમેન છે. જેને 2023ની આઈપીએલ ઓક્શનમાં ગુજરાત ટાઈટન્સે 20 લાખ રુપિયામાં ખરીદ્યો હતો પરંતુ હાલ આઈપીએલ 2025 મેગા ઓખ્શનમાં ઉર્વિલ પટેલ અનશોલ્ડ રહ્યો હતો. તેની બેઝ પ્રાઈઝ 30 લાખ રુપિયા હતી.

ઉર્વિલ પટેલે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌથી ફાસ્ટ સદી ફટકાવનાર બેટ્સમેન બની ગયો છે. તેમણે રિષભ પંતનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 32 બોલમાં સૌથી ફાસ્ટ સદી ફટકાવવાનો રેકોર્ડ પંતના નામે હતો.