ICC Rule Book EP 26 : મેદાન પર પ્રેક્ટિસ અંગે શું કહે છે ICCનો નિયમ?

ક્રિકેટ એક એવી રમત છે જ્યાં માત્ર મેચનો સમય નહીં પણ તે પહેલા અને પછીના દરેક મિનિટને મહત્ત્વ આપવું પડે છે. ક્રિકેટર્સ ઘણી વખત મેચ પહેલા અથવા વચ્ચે વોર્મઅપ અથવા ટ્રાયલ રનઅપ કરે છે, પણ શું તમે જાણો છો કે મેદાન પર ક્યાં અને ક્યારે પ્રેક્ટિસ કરવા મંજૂરી છે એ પણ ICC રૂલબુકમાં સ્પષ્ટ લખેલું છે?

| Updated on: Aug 23, 2025 | 10:58 PM
1 / 5
ICC રૂલબુક પ્રમાણે મેદાન પર પ્રેક્ટિસ સંબંધિત નિયમો મેદાનની સ્થિતિ, સમય અને અમ્પાયરની મંજૂરી પર આધાર રાખે છે. ખાસ કરીને પિચ અને સ્ક્વેર પર કડક નિયંત્રણ છે.

2 / 5
પિચ (pitch) કે સ્ક્વેર (square) પર કોઈપણ પ્રકારની પ્રેક્ટિસ મેચ દરમિયાન કે પછી પણ અમુક શરતો વિના માન્ય નથી. મેચ પહેલા, ઈનિંગ બદલાય ત્યારે, લંચ કે ટી બ્રેકમાં અમ્પાયરની મંજૂરી મળે તો અમુક સમય સુધી પ્રેક્ટિસને મંજૂરી છે.

3 / 5
મેચ દરમિયાન રમત શરૂ થયા બાદ ફક્ત ફિલ્ડ પર હાજર ખેલાડીઓ, એ પણ મેચ બોલથી થોડો જ સમય પ્રેક્ટિસ કરી શકે છે. સ્ક્વેરની દિશામાં બોલિંગ અથવા ખોટી જગ્યાએ થતી પ્રેક્ટિસને રોકવામાં આવે છે.

4 / 5
પેનલ્ટી ટાઈમ વાળા કે બાકીની ટીમના સભ્યો "trial run-up" માટે મેદાનમાં પ્રવેશ કરવા માંગે તો અમ્પાયરની મંજૂરી ફરજિયાત છે. અમ્પાયર નક્કી કરે છે કે ટ્રાયલ રનઅપ વડે મેદાનને નુકસાન તો નહિ થાય ને?

5 / 5
નિયમનો ભંગ કરનારને પહેલા ચેતવણી આપવામાં આવે છે, પણ બીજીવાર પણ જો ભૂલ થાય તો સામેની ટીમને 5 રન પેનલ્ટી તરીકે આપવામાં આવે છે. અમ્પાયર સાથે બંને કેપ્ટનને જાણ કરવામાં આવે છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)

Published On - 10:56 pm, Sat, 23 August 25