
ICC ના નિયમ નં. 27 મુજબ, ફીલ્ડિંગ કરતી ટીમમાંથી એક ખેલાડી “વિકેટકીપર” તરીકે નિયુક્ત કરવો ફરજિયાત છે, જે સ્ટમ્પ પાછળ ઉભો રહે છે અને બોલ રોકે છે.

વિકેટકીપરને સ્ટમ્પ પાછળ ઉભા રહીને બોલ પકડતી વખતે નિયમિત રીતે હાથમોજાં (gloves) અને પેડ (leg guards) પહેરવાની છૂટ છે. પરંતુ અન્ય કોઈ પણ ફીલ્ડર આ પહેરી શકતો નથી.

વિકેટકીપર બોલરોના બોલ ફેંક્યા પહેલા સ્ટમ્પની પાછળથી આગળ ન આવી શકે. જો બોલ ફેંકાતી વખતે વિકેટકીપર તેની જગ્યા છોડે છે તો તે “No Ball” ગણાશે.

વિકેટકીપરને બેટ્સમેન ક્રિઝ છોડે ત્યારે બોલ વડે સ્ટમ્પ ઉડાવીને તેને આઉટ કરવાનો હક છે. આને “સ્ટમ્પિંગ” કહે છે અને તે માત્ર વિકેટકીપર દ્વારા જ કરી શકાય છે.

જો વિકેટકીપર કોઈ અન્ય ફીલ્ડરની જેમ સ્ટમ્પ પાછળથી આગળ આવીને બિલકુલ નિયમિત જગ્યાએ બોલ પકડે છે, તો અમ્પાયર તેને ઉલ્લંઘન માટે દંડ આપી શકે છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)