ICC Rule Book EP 28 : ફીલ્ડર અંગે શું કહે છે ICCનો નિયમ?

ક્રિકેટમાં દરેક ખેલાડીની એક નિશ્ચિત ભૂમિકા હોય છે, જેમાં ફીલ્ડરોનો પણ ઘણો મોટો ફાળો હોય છે. ફીલ્ડર માત્ર બોલ કેચ કરવા એ રોકવા અમતે નહીં, પણ મેચના પરિણામને પલટાવનાર નિર્ણાયક ખેલાડી છે. પરંતુ શું તમે જાણો છો કે ફીલ્ડિંગને લઈને ICC કે MCC રૂલબુકમાં ચોક્કસ નિયમો છે? આજે આપણે જાણીશું ICC રૂલબુક અનુસાર નિયમ નંબર 28 – “The Fielder” શું કહે છે અને તેમાં કયા મહત્વના મુદ્દાઓનો સમાવેશ થાય છે.

| Updated on: Aug 26, 2025 | 8:48 PM
1 / 5
ICCના નિયમ નં. 28 અનુસાર, ફીલ્ડર એટલે બેટ્સમેન અને વિકેટકીપર સિવાય ફીલ્ડિંગ ટીમનો દરેક ખેલાડી. દરેક ફીલ્ડર માટે કેટલીક ચોક્કસ મર્યાદાઓ અને નિયમો લાગુ પડે છે, જેમ કે તેઓ શું પહેરી શકે છે, ક્યાં ઊભા રહી શકે છે અને બોલ કેવી રીતે ફીલ્ડ કરી શકે છે.

2 / 5
ફીલ્ડિંગ દરમિયાન કોઈ પણ ફીલ્ડર ગ્લવ્સ કે લેગગાર્ડ્સ (પેડ) પહેરી શકતો નથી, સિવાય તે કેસમાં કે અમ્પાયરની મંજૂરી હોય. સામાન્ય રીતે આવી મંજૂરી ઈજાગ્રસ્ત ખેલાડી માટે હોય છે. આ નિયમ વિકેટકીપર સિવાય દરેક માટે લાગુ પડે છે.

3 / 5
જો કોઈ ફીલ્ડર બોલ પકડવા માટે તેના કપડા, કેપ અથવા અન્ય કોઈ વસ્તુ ઉડાવીને બોલને સ્પર્શ કરાવે છે, તો તે નિયમ ભંગ ગણાશે. આવી સ્થિતિમાં અમ્પાયર “Dead Ball” જાહેર કરે છે અને બેટિંગ ટીમને 5 પેનલ્ટી રન આપવાનું પણ સંભવ છે.

4 / 5
ફીલ્ડિંગ કરતી ટીમના ખેલાડીઓની સ્થિતિ પણ નિયમથી નિર્ધારિત છે. એક સમયે ઓન-સાયડ (લેગ સાઈડ) પર માત્ર બે જ ફીલ્ડર હોઈ શકે છે, તે પણ પોપિંગ ક્રિઝની પાછળ. જો વધુ હોય, તો તે No Ball માનવામાં આવશે. કોઈ ફીલ્ડર પિચ ઉપર ઊભો રહી શકે નહીં અથવા એવું સ્થાન નહીં લે જેથી બેટ્સમેનને અસહજતા થાય.

5 / 5
બોલરના બોલ ફેંકવાના મોમેન્ટ પહેલા ફીલ્ડર વધુ હલનચલન (unnatural movement) કરતો જણાય, તો અમ્પાયર Dead Ball જાહેર કરી શકે છે. આવું થશે તો બેટિંગ સાઈડને 5 રનનો પેનલ્ટી પણ મળી શકે છે અને બોલિંગ ટીમની નુક્સાન થશે. (All Photo Credit : PTI / ICC / MCC / X)