
ICC નિયમ નં. 36 મુજબ, જો બેટ્સમેન બેટના બદલે શરીર વડે બોલ રોકે અને બોલ વિકેટ પર જતો લાગે, તો તેને LBWથી આઉટ જાહેર કરી શકાય છે.

આઉટ માટે અમ્પાયર વિચારે છે કે બોલ પિચ ક્યાં થયો, બેટ્સમેનએ શોટ રમ્યો કે નહીં અને બોલ શરીરે ક્યાં વાગ્યો.

જો બોલ બેટને નહીં લાગતાં સીધો પગે વાગે અને લાગવાનો પોઈન્ટ વિકેટની લાઈનમાં હોય, તો આઉટ આપવામાં આવે છે.

જો બેટ્સમેન શોટ નહીં રમે અને બોલ ઓફ સ્ટમ્પની બહાર વાગે, તો પણ વિકેટ હિટ થવાની સંભાવના હોય તો LBW લાગુ પડે છે.

LBW નિયમ સ્પષ્ટ છે પણ અમ્પાયર્સ માટે સૌથી પડકારજનક નિર્ણયોમાંનો એક છે, ખાસ કરીને સ્પિન બોલિંગ સામે. (All Photo Credit : PTI / ICC / MCC / X)