
ICC નિયમ નં. 37 Obstructing the Field એટલે બેટ્સમેનના ઈરાદાપૂર્વક એવા વર્તનથી ફિલ્ડરને અવરોધ કરવો, જેનાથી બોલ પકડવામાં અથવા રનઆઉટમાં અડચણ પડે.

જો બેટ્સમેન ઈરાદાપૂર્વક બોલને હાથે અટકાવે, થ્રો વચ્ચે આવે અથવા બેટ ચલાવે તો તે આ નિયમ હેઠળ આઉટ થઈ શકે છે.

જો બેટ્સમેન ઈજાથી બચવા અથવા અજાણતા બોલ અટકાવે તો અમ્પાયર તેને નોટ આઉટ જાહેર કરે છે.

આ પ્રકારના આઉટ માટે બોલરને વિકેટ મળતી નથી, પણ કેટલાક કેસમાં બેટિંગ ટીમને 5 રનની પેનલ્ટી મળતી હોય છે.

Obstructing the Field ઓછું જોવા મળતો પણ ક્રિકેટના નિયમોમાં મહત્વપૂર્ણ અને અમ્પાયર્સ માટે મુશ્કેલ નિર્ણયોમાંનો એક છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)