
ICC રૂલબુક અનુસાર બેટ્સમેન "બોલ્ડ" ત્યારે જ ગણાય છે, જ્યારે બોલરનો ફેંકેલો બોલ સ્ટમ્પ્સ પર વાગે, બેલ્સ નિચે પડે અને તે No-Ball ના હોય.

"બોલ્ડ" પછી બીજું કોઈ આઉટ લાગુ પડતું નથી, કારણ કે "બોલ્ડ" બધા આઉટ (વિકેટ) કરતા પહેલું ગણાય છે.

જો બોલ અન્ય ખેલાડી કે અમ્પાયરને લાગ્યા પછી સ્ટમ્પ પર વાગે તો બેટ્સમેન "બોલ્ડ" ગણાતો નથી.

જો બોલ બેટ્સમેનના બેટ કે શરીરને સ્પર્શીને ગયેલો બોલ જો સ્ટમ્પ પર વાગે તો બેટ્સમેન "બોલ્ડ" આઉટ ગણાય છે.

કોઈ પણ "બોલ્ડ" આઉટ પહેલા બોલ No-Ball તો નથી ને એની પુષ્ટિ જરૂરી હોય છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)