
ICC રૂલબુક અનુસાર ક્રિકેટનો નિયમ નંબર 39 છે Stumped. આ વિકેટ બેટ્સમેનની ચૂક અને બોલર-વિકેટકીપરની ચપળતાનું કોમ્બિનેશન છે.

બેટ્સમેન જો બોલ રમવા જતા ક્રીઝની બહાર જાય અને તેનું શરીર અને બેટ ક્રીઝની અંદર ન હોય ત્યારે વિકેટકીપર સ્ટમ્પ ઉડાવી નાખે તો તેને "Stumped" આઉટ જાહેર કરવામાં આવે છે.

જો બેટ્સમેન રન લેવાનો પ્રયાસ કરે અને ક્રિઝ છોડી આગળ વધે, ત્યારબાદ વિકેટકીપર થ્રો કરી સ્ટમ્પ ઉડાવી દે તો તે સ્ટમ્પ્ડ આઉટ નહીં પણ રનઆઉટ ગણાય.

સ્ટમ્પ્ડ આઉટ ફક્ત વિકેટકીપર દ્વારા જ થઈ શકે છે અને માત્ર સ્ટ્રાઈક પર રહેલો બેટ્સમેન જ સ્ટમ્પ્ડ આઉટ થાય છે.

સ્ટમ્પ્ડ આઉટ વિકેટકીપરની ચતુરાઈથી થાય છે પણ વિકેટ તેનામાં ગણાતી નથી, વિકેટ બોલરના નામે જ ગણાય છે, કારણ કે વિકેટ બોલરની બોલિંગમાં મળેલી હોય છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)