
પિચ એટલે ક્રિકેટના મેદાનનું મુખ્ય સ્થાન, જ્યાં બોલર બોલ ફેંકે છે અને બેટ્સમેન તેને રમે છે. જો વરસાદ પડે તો પિચ ભીની થઈ શકે, એ ન થાય તે માટે મોટી પ્લાસ્ટિક જેવી ચાદરથી પિચને ઢાંકવામાં આવે છે. આ પ્રક્રિયાને કહેવાય Covering the pitch (પિચને કવર કરવી).

જો વરસાદ પડવાનો અંદાજ પહેલાથી હોય, તો પિચને પહેલેથી જ કવર કરવામાં આવે છે. રમત દરમિયાન વરસાદ શરૂ થાય ત્યારે પણ તરત પિચને ઢાંકી દેવામાં આવે છે, જેથી પાણી પિચમાં ન જાય.

પિચ તો ઢાંકવી જ પડે, પણ સાથે સાથે પિચની બાજુમાં 4 ફૂટ જેટલી જગ્યાને પણ ઢાંકવી પડે છે. જો શક્ય હોય તો બોલરના દોડવાના વિસ્તાર (run-up)ને પણ ઢાંકી શકાય છે.

જેમ પિચને ઢાંકવું Ground Authority (મેદાનવાળા) નક્કી કરે છે, તેમ કવર દૂર કરવાનું પણ એ જ નક્કી કરે છે. પણ ક્યારે કવર મુકવું કે કાઢવું એ બંને ટીમના કેપ્ટન અને અમ્પાયર સાથે વાત કરી જ નક્કી થાય છે.

મેચ પહેલા કે ચાલુ મેચ દરમિયાન જો વરસાદ પડે તો પિચ ભીની થઈ જાય અને તેનાથી બેટિંગ-બોલિંગ બંનેની સ્થિતિ બગડી જાય છે અને ખેલાડીઓને રમવામાં તકલીફ પડે છે. એટલે પિચની સારી સ્થિતિ જાળવવા માટે આ નિયમ જરૂરી છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)
Published On - 8:27 pm, Thu, 31 July 25