
"The Pitch" એટલે કે પિચ, ક્રિકેટ મેદાનનો સૌથી મહત્વનો ભાગ હોય છે, અહીં બેટિંગ અને બોલિંગ બંનેની રમત ચાલે છે.

ચની લંબાઈ 22 યાર્ડ (20.12 મીટર) અને પહોળાઈ આશરે 10 ફૂટ હોય છે. પિચ બંને બાજુએ સ્ટમ્પ્સ હોય છે.

પિચ હોસ્ટ ગ્રાઉન્ડ ઓથોરિટી દ્વારા તૈયાર કરવામાં આવે છે અને બાદમાં પિચની સ્થિતિનું નિરીક્ષણ થાય છે, પછી જ પિચનો મેચ રમવા માટે ઉપયોગ થયા છે, પરંતુ એકવાર મેચ શરૂ થયા પછી પિચમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે.

જો અમ્પાયરો નક્કી કરે કે પિચ ખૂબ જ અસુરક્ષિત છે અને રમત આગળ વધી શકતી નથી, તો મેચને રોકી દેવાનો અધિકાર તેમને હોય છે.

પિચ પર રોલિંગ, વોટરિંગ કે બ્રશિંગ જેવી કામગીરી ફક્ત અમ્પાયરની મંજૂરી બાદ જ થઈ શકે છે અને તે પણ નક્કી સમયમર્યાદામાં. (All Photo Credit : PTI / ICC / MCC / X)
Published On - 7:43 pm, Sat, 26 July 25