
ICC રૂલબુક અનુસાર નિયમ નંબર 17 “ઓવર” (The over) એટલે બોલર દ્વારા ફેંકવામાં આવતા છ માન્ય બોલ (valid balls)નો સમૂહ છે.

જ્યારે બોલર રન-અપ શરૂ કરે છે (જો રન-અપ ન હોય તો બોલ ફેંકવાનો ક્રમ શરૂ કરે), ત્યારે ઓવર શરૂ થયેલ ગણાય છે.

ફક્ત Valid Balls (અર્થાત્ કોઈ No-Ball, Wide Ball કે Dead Ball નહીં હોય એવા બોલ) જ ઓવરની ગણતરીમાં આવે છે. એટલે કે, એવી છ બોલ જેને અમ્પાયર માન્ય ગણાવે છે, એ ઓવર પૂરી કરવા માટે જરૂરી હોય છે.

જ્યારે છ માન્ય બોલ (Valid Balls) ફેંકાઈ જાય, ત્યારે અમ્પાયર “ઓવર” કહીને ઓવર પૂરી થયાની ઘોષણા કરે છે.

નિયમ મુજબ કોઈ પણ બોલર એક ઓવર બાદ તરત બીજી ઓવર ફેંકી શકે નહીં. દરેક ઓવર પછી બીજું એન્ડ બદલાય છે અને બીજો બોલર ઓવર કરે છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)