
ICCની ઓફિશિયલ રૂલબુક અનુસાર, નિયમ નંબર 2 "The Umpires" છે, જે અમ્પાયરોની ભૂમિકા અને જવાબદારીઓ વિશે છે.

પ્રતિ મેચમાં સામાન્ય રીતે બે અમ્પાયરો મેદાન પર હોવા જોઈએ, જે મેચ દરમિયાન તમામ નિયમોનું પાલન સુનિશ્ચિત કરે છે અને યોગ્ય અને નિષ્પક્ષ નિર્ણય લે છે.

અમ્પાયરો મેચ પહેલા ટોસ કરાવે છે અને મેચ દરમિયાન ખેલાડીઓ અને ટીમના નિયમિત વર્તન પર નજર રાખે છે. તેઓ બોલિંગ, બેટિંગ અને ફીલ્ડિંગ સંબંધિત તમામ નિર્ણયો લેતા હોય છે.

અમ્પાયરો પોતાના નિર્ણયો લેવામાં સંપૂર્ણ સ્વતંત્ર હોય છે અને કોઈપણ પ્રકારના દબાણ કે પ્રભાવમાં આવતા નથી. ખેલાડીઓએ અમ્પાયરોના નિર્ણયનું સન્માન કરવું જરૂરી છે.

અમ્પાયરોની જવાબદારી માત્ર નિયમોનો અમલ કરાવવું જ નહીં, પરંતુ રમતને ન્યાયસંગત અને નિષ્પક્ષ રાખવવાની પણ છે. (All Photo Credit : PTI / ICC / MCC)
Published On - 5:57 pm, Tue, 22 July 25