
ICC રૂલબુક અનુસાર ક્રિકેટનો નવમો નિયમ છે 'મેદાનની તૈયારી અને જાળવણી'. મેચ શરૂ થાય તે પહેલા મેદાન અને પિચ સારી રીતે તૈયાર કરવું જરૂરી છે.

પિચ કે મેદાન પર કોઈ ફેરફાર કરવો હોય તો, એ અમ્પાયરની મંજુરી પછી જ કરી શકાય છે.

પિચ પર રોલ કરવું, પાણી છાંટવું કે કવર કરવું હોય, તો તેના માટે પણ અમ્પાયરની સંમતિ જરૂરી છે.

મેચ દરમિયાન મેદાનમાં ફેરફાર બંને ટીમના કેપ્ટન અને અમ્પાયરોની જાણકારીમાં અને પરવાનગી બાદ જ થવા જોઈએ.

મેચ દરમિયાન મેદાન અને પિચની સ્થિતિ રમત માટે યોગ્ય રહે તેની ખાતરી કરવાની જવાબદારી અમ્પાયરોની છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)