ICC rule book EP 14 : જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં એકસાથે બે ઈનિંગ રમે કોઈ એક ટીમ, ત્યારે ICCનો કયો નિયમ લાગુ થાય?
ક્રિકેટમાં અનેક નિયમો છે, જેમાંના ઘણા નિયમો વિશે ફેન્સને ખ્યાલ હોય છે, જ્યારે અમુક નિયમો તેમના માટે સમજવા મુશ્કેલ છે. ખાસ કરીને ટેસ્ટ મેચમાં એવા ઘણા નિયમો છે જે સામાન્ય દર્શકોને સ્પષ્ટ રીતે સમજાતા નથી. જેમાનો એક નિયમ છે Follow-On. તમે ટીવી પર ટેસ્ટ મેચ જોતી વખતે ઘણી વાર સાંભળ્યું હશે કે એક ટીમે બીજી ટીમને Follow-On આપી. પણ ઘણાં દર્શકો માટે Follow-On હજુ પણ એક અજીબ શબ્દ જ છે. આજે આપણે ICCની રૂલબુક મુજબ નિયમ નંબર 14 એટલે કે Follow-On વિશે જાણીશું.