ICC Rule Book EP 42 : Players Conduct – ખેલાડીઓના વર્તન અંગે શું છે ICC નો નિયમ?
ક્રિકેટ એ રમત છે કે જ્યાં ઈમાનદારી, શિસ્ત અને ખેલ ભાવના એટલી જ મહત્વની છે જેટલી કે રન અને વિકેટ. ICC નો નિયમ નંબર 42 “Players Conduct” ખેલાડીઓના વર્તન માટે બનાવવામાં આવ્યો છે, જે સુનિશ્ચિત કરે છે કે રમત યોગ્ય રીતે રમાય અને ખેલાડીઓ નૈતિક મર્યાદામાં રહે.