
ICC રૂલબુક મુજબ નિયમ નંબર 5 “The Bat”માં બેટના માપ અને રચનાની સ્પષ્ટ ગાઈડલાઈન જણાવી છે.

બેટની લંબાઈ વધારેમાં વધારે 38 ઈંચ (96.5 સેન્ટિમીટર) અને પહોળાઈ 4.25 ઈંચ (10.8 સેન્ટિમીટર) સુધી મર્યાદિત હોય છે.

બેટના મુખ્ય ભાગમાં માત્ર લાકડાનો ઉપયોગ થયો હોય છે, જ્યારે હેન્ડલ અલગ મટિરિયલથી બની શકે છે, પણ તેને નિયમો મુજબ જ બનાવી શકાય છે.

બેટનું વજન ICC રૂલબુકમાં સ્પષ્ટ નિર્ધારિત નથી, પણ તેનો આકાર અને માપ એ નિયમ મુજબ હોવો જોઈએ. જો બેટ મોટી અથવા વજનદાર હોય, તો અમ્પાયર તેનાથી રમવાની મનાઈ કરી શકે છે.

બેટ સાથે કોઈપણ પ્રકારનો ફેરફાર કે ટેકનિકલ ફાયદો લેવા માટે કસ્ટમાઈઝેશન પણ નિયમો અનુસાર જ હોવું જોઈએ. (All Photo Credit : PTI / ICC / MCC / X)
Published On - 8:20 pm, Fri, 25 July 25