
ICC રૂલબુક અનુસાર ક્રિકેટનો નિયમ નંબર 18 “સ્કોરિંગ રન” (Scoring runs) છે. રન ત્યારે ગણાય છે જ્યારે બંને બેટ્સમેન પોતાની પોતાની ક્રીઝ ક્રોસ કરીને સફળતાપૂર્વક દોડે, બોલ બાઉન્ડ્રી પાર જાય, અથવા પેનલ્ટી રન આપવામાં આવે.

જ્યારે બેટ્સમેન પૂર્ણ રીતે ક્રિઝ પાર કર્યા વગર દોડે, ત્યારે તેને ‘શોર્ટ રન’કહેવાય છે. જો ભૂલથી એવું થાય છે, તો તે રન ગણાતો નથી. જો બેટ્સમેન જાણીજોઈને શોર્ટ રન કરે, તો તમામ રન રદ થઈ જાય છે અને ટીમને 5 રનની પેનલ્ટી પણ મળી શકે છે.

ઓવરથ્રો, નો બોલ કે વાઈડ બોલ પર બેટિંગ કરનારી ટીમને વધારાના રન આપવામાં આવે છે. તેને પેનલ્ટી રન કહેવાય છે.

જો બેટ્સમેન રન બનાવે અને પછી રનિંગ કરતા આઉટ થાય, તો જે રન તે પહેલા પૂર્ણ કરે છે, તે જ રન ગણાય છે. જો આઉટ કરતી વખતે રન પૂર્ણ ન થયો હોય, તો એ રન માન્ય ગણાતો નથી. કેચ આઉટ વખતે કોઈપણ રન માન્ય નથી.

જો રન બેટથી બનાવાયો હોય, તો તે બેટ્સમેનના ખાતામાં જાય છે. જો રન બાય, લેગ બાય કે પેનલ્ટીથી મળ્યો હોય, તો તે "એક્સ્ટ્રા રન" તરીકે ગણાય છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)
Published On - 10:05 pm, Wed, 13 August 25