
આ દરમિયાન વિરાટ કોહલી શિખર ધવનને પણ પાછળ છોડી શકે છે, જેના નામે ચેમ્પિયન્સ ટ્રોફીમાં 701 રન છે. વિરાટ કોહલી માટે નંબર 1 બનવાની આ છેલ્લી તક માનવામાં આવી રહી છે, કારણ કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી 2029માં યોજાશે અને ત્યાં સુધી વિરાટ માટે ODI ફોર્મેટમાં રમતા રહેવું મુશ્કેલ હશે.

તમને જાણીને નવાઈ લાગશે કે વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ક્યારેય સદી ફટકારી નથી. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 96 રન છે. તેણે પોતાના બેટથી 5 અડધી સદી ફટકારી છે. વિરાટ કોહલીની એવરેજ 88.16 છે અને તેણે 12 ઈનિંગ્સમાં 529 રન બનાવ્યા છે. (All Photo Credit : PTI / Getty)