વિનોદ કાંબલીની પત્નીએ મોટો ખુલાસો કર્યો, સચિને બાળકો માટે જે ફી મોકલી હતી તે મે પરત કરી હતી
પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીની પત્ની એન્ડ્રીયાએ તેમની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી ઘણી મહત્વની બાબતોનો ખુલાસો કર્યો છે. તેણે સચિન તેંડુલકરના વર્તન વિશે પણ વાત કરી છે. તો ચાલો જાણીએ તેમણે શું ખુલાસો કર્યો છે.
1 / 8
થોડા દિવસો પહેલા ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી બંનેએ મુંબઈમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પરંતુ વિનોદની હાલત જોઈને ચાહકો ચોંકી ગયા હતા. જે બાદ વિનોદ કાંબલીની તબિયત લથડતા તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા દિવસો પછી તેને રજા આપવામાં આવી હતી, પરંતુ હવે તે ટોક ઓફ ધ ટાઉન છે. તેની તબિયત, તેની વ્યસન, કામ તેમજ આર્થિક પરિસ્થિતિ વિશે અનેકવાર ચર્ચા થાય છે અને વિનોદ આ અંગે ખુલાસો પણ કરી ચૂક્યા છે,
2 / 8
આ બધી ચર્ચાઓ વચ્ચે હવે વિનોદ કાંબલીની પત્ની એન્ડ્રીયાએ પોતાનું મૌન તોડ્યું છે અને તેના અંગત અને ખાનગી જીવન વિશે ઘણા ખુલાસા કર્યા છે. એન્ડ્રીયાએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે, તેના લગ્ન, નાણાકીય સમસ્યાઓ અને કાંબલીના દારુના વ્યસનથી તેના જીવન પર કેવી અસર પડી.
3 / 8
એન્ડ્રીયા એક મોડલ રહી ચૂકી છે, તે 2004માં વિનોદ કાંબલી સાથે પહેલીવાર મળી હતી. તે સમયે વિનોદ તેની માતાના મૃત્યુને કારણે માનસિક રીતે અસ્વસ્થ હતો અને તેના કારણે તેને દારૂની લત લાગી ગઈ હતી. મને લાગ્યું કે તે માનસિક રીતે પરેશાન છે અને તેથી જ તે દારૂ પી રહ્યો છે. થોડા સમય પછી તેણે મને લગ્ન વિશે પૂછ્યું, પરંતુ મેં તેને સ્પષ્ટ કહ્યું કે તમારે દારૂ છોડવો પડશે.
4 / 8
વિનોદ કાંબલી અને એન્ડ્રીયાના લગ્ન 2006માં થયા હતા, પરંતુ શરૂઆતમાં તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ મુશ્કેલ હતી. વિનોદ લગ્ન પહેલા કોઈ મહિલા સાથે હેંગઆઉટ કરતો હતો. સચિન તેંડુલકરને તે મહિલા બહુ પસંદ નહોતી. તેમણે વિનોદને એન્ડ્રીયા સાથે લગ્ન કરવાની સલાહ આપી હતી.
5 / 8
2010માં જ્યારે તેમનું પહેલું બાળક આવવાનું હતું, ત્યારે કાંબલી આર્થિક સમસ્યાઓના કારણે ખૂબ જ નર્વસ થઈ ગયા હતા. એન્ડ્રીયાએ તેને દારૂ છોડી દેવા માટે પ્રોત્સાહિત કર્યા. 6 વર્ષથી વિનોદ દારૂને હાથ પણ લગાવતો ન હતો, પરંતુ તે સિગારેટ પીતો હતો. સચિન પણ તેની તબિયતમાં આ સુધારો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. જો કે, સમય જતાં તે (વિનોદ) ફરીથી દારૂના નશામાં પડી ગયો.
6 / 8
2014 માં તેમની પુત્રીના જન્મ પછી, કાંબલીને દારૂની લત માટે પુનર્વસન માટે મોકલવામાં આવ્યો હતો, એન્ડ્રીયાએ જણાવ્યું હતું. તે અત્યાર સુધી 6-7 વખત રિહેબમાં ગયો છે. કોવિડ-19 દરમિયાન કામના સ્ટોપેજને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ. 2023માં, તેણે મનોચિકિત્સકની મદદ લીધી, કાંબલીએ દવા લીધી પણ દારૂ પીવાનું ચાલુ રાખ્યું, જેણે તેની માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર પડી હતી,
7 / 8
એન્ડ્રીયાએ કહ્યું કે કાંબલીએ સચ કા સામના શોમાં સચિન વિશે કેટલાક નિવેદનો કર્યા હતા,પરંતુ એક સમય એવો હતો જ્યારે સચિને તેના બાળકોની શાળાની ફી માટે પૈસા મોકલ્યા હતા, પરંતુ મેં તે પરત કરી દીધા હતા.
8 / 8
અમે જ્યાં રહીએ છીએ ત્યાં વિનોદને વારંવાર ટાર્ગેટ કરવામાં આવે છે. તેનાથી પણ વધુ ભૂતપૂર્વ ખેલાડીઓ ત્યાં રહે છે. પરંતુ સમાજમાં, કોઈપણ કારણ વિના (અમારી વિરુદ્ધ) નોટિસો મૂકવામાં આવે છે, બાળકોને ચીડવામાં આવે છે અને વિનોદને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યારે પરિસ્થિતિ ગંભીર હતી ત્યારે કેટલીક સામાજિક સંસ્થાઓએ મદદ કરી હતી.
Published On - 11:25 am, Sun, 12 January 25