
ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથે પ્રથમ લગ્ન વર્ષ 1999માં જ્યોત્સના સાથે કર્યા હતા. પરંતુ પત્રકાર માધવી પતરાવલી સાથે લગ્ન કરવા માટે શ્રીનાથે 2007માં પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા. વર્ષ 2008માં તેમણે બીજા લગ્ન કર્યા.

પૂર્વ ભારતીય ક્રિકેટર અરુણ લાલે વર્ષ 2022માં બીજી વાર પોતાનાથી 28 વર્ષ નાની મહિલા સાથે લગ્ન કર્યા હતા. તેમની બીજી પત્નીનું નામ બુલબુલ સાહા છે. અરુણની પહેલી પત્નીનું નામ રીના હતું. બંનેના છૂટાછેડા થઈ ચૂક્યા હતા. જો કે, અરુણે ફરીથી લગ્ન કરતા પહેલા તેની પૂર્વ પત્ની પાસેથી મંજૂરી પણ લીધી હતી.

યુવરાજ સિંહના પિતા અને પૂર્વ ભારતીય ક્રિકેટર યોગરાજ સિંહે પણ બે લગ્ન કર્યા છે. તેમના પહેલા લગ્ન શબનમ કૌર સાથે થયા હતા, પરંતુ બાદમાં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. આ પછી તેમણે સતબીર કૌર સાથે બીજા લગ્ન કર્યા. (All Photo Creddit : X / INSTAGRAM)